Dailyhunt
પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 15 મતદાન મથકો પર ફરીથી થશે મતદાન, ચૂંટણી પંચનો મોટો નિર્ણય

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 15 મતદાન મથકો પર ફરીથી થશે મતદાન, ચૂંટણી પંચનો મોટો નિર્ણય

west bengal vidhan sabha election 2026

શ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન EVM સાથે છેડછાડની ગંભીર ફરિયાદો ઉઠતા ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. પંચે મગરહાટ પશ્ચિમ અને ડાયમંડ હાર્બર વિધાનસભા મતવિસ્તારના કુલ 15 મતદાન મથકો પર અગાઉ થયેલું મતદાન રદ કરી, ત્યાં ફરીથી મતદાન (Re-polling) કરાવવાનો આદેશ આપ્યો છે.

મતદાનનો સમય અને તારીખ

ચૂંટણી પંચના આદેશ અનુસાર, આ 15 બૂથ પર 2 મે, શનિવારના રોજ ફરીથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મતદાનનો સમય સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધીનો રહેશે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં બીજા તબક્કાનું મૂળ મતદાન 29 એપ્રિલે યોજાયું હતું.

મગરહાટ પશ્ચિમ (મતવિસ્તાર નં. 142) ના કેન્દ્રો

દક્ષિણ 24 પરગણા જિલ્લાના મગરહાટ પશ્ચિમ મતવિસ્તારમાં સૌથી વધુ 11 બૂથ પર ફરીથી મતદાન થશે. જેમાં ઉત્તર યારપુર પ્રાથમિક શાળા, નઝરા પ્રાથમિક શાળા, દેઉલા પ્રાથમિક શાળા, ઘોલા નયાપરા કન્યા ઉચ્ચ મદરેસા, એકતારા મલાયા પ્રાથમિક શાળા અને બહિરપુયા કુરકુરિયા પ્રાથમિક શાળાના નિર્ધારિત રૂમનો સમાવેશ થાય છે.

ડાયમંડ હાર્બર (મતવિસ્તાર નં. 143) ના કેન્દ્રો

ડાયમંડ હાર્બર વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા 4 મતદાન મથકો પર ફરીથી વોટિંગ થશે. આ યાદીમાં બગદા જુનિયર હાઇ સ્કૂલ, ચાંદા પ્રાથમિક શાળા (રૂમ 2), હરિદેવપુર પ્રાથમિક શાળા અને રાયનગર પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે, જ્યાં મતદારોએ ફરીથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો રહેશે.

બંગાળ ઈલેક્શન માટે BJP નો ચૂંટણી ઢંઢેરો જાહેર, રોજગાર-મહિલા સુરક્ષા પર રહેશે વિશેષ ફોકસ

શા માટે લેવાયો આ નિર્ણય?

બીજા તબક્કાના મતદાન દરમિયાન દક્ષિણ 24 પરગણાના અનેક બૂથો પર EVM સાથે ચેડાં કરવાના આરોપો લાગ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે કેટલાક બૂથ પર EVM ના બટનો પર સેલોફેન ટેપ અથવા કાળી ટેપ લગાવી દેવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ મામલે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને ખાસ નિરીક્ષકો સાથે ચર્ચા કર્યા બાદ પારદર્શિતા જાળવવા આ નિર્ણય લીધો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Gujarati