વરસાદી મોસમમાં ભજીયા સહિતની વાનગીઓના શોખીનોને હવે વધુ ખર્ચ કરવો પડશે. છેલ્લા ત્રણ દિવસમાં ખાદ્ય તેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ. 50 સુધીનો વધારો નોંધાયો છે.
આજે સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ. 10નો વધારો થતાં તેનો ભાવ રૂ. 2,710થી વધીને રૂ. 2,760 થયો છે. કપાસીયા તેલમાં છેલ્લા બે દિવસમાં રૂ. 20નો વધારો થતાં તેનો ભાવ રૂ. 2,590થી વધીને રૂ. 2,640 થયો છે. જ્યારે પામોલીન તેલમાં આજે રૂ. 10નો વધારો નોંધાતા તેનો ભાવ રૂ. 2,330થી વધીને રૂ. 2,340 પર પહોંચ્યો છે.
ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો, સોનાના ભાવમાં પણ ઘટાડો થયો - આજના નવીનતમ ભાવ તપાસો
માત્ર સિંગતેલ જ નહીં, કપાસીયા તેલના ભાવમાં પણ છેલ્લા બે દિવસમાં પ્રતિ ડબ્બે 20નો વધારો નોંધાયો છે. હાલ કપાસીયા તેલનો ભાવ 2,590થી વધીને 2,640 પર પહોંચ્યો છે. બીજી તરફ, પામોલીન તેલમાં આજે પ્રતિ ડબ્બે 10નો વધારો થતાં તેનો ભાવ 2,330થી વધીને 2,340 થયો છે.
ખાદ્ય તેલના સતત વધી રહેલા ભાવને કારણે સામાન્ય પરિવારોના રસોડાના બજેટ પર વધારાનો બોજ પડવાની શક્યતા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં કાચા માલની ઉપલબ્ધતા અને બજારની સ્થિતિને આધારે ભાવમાં વધુ વધઘટ જોવા મળી શકે છે.

