ઉપવાસ દરમિયાન કંઈક મીઠું અને સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા થાય તો શક્કરિયાના ગુલાબ જામુન એક ઉત્તમ વિકલ્પ છે. બહારથી નરમ અને અંદરથી રસદાર આ ગુલાબ જામ સરળતાથી ઘરે બનાવી શકાય છે.
સામગ્રી
ગુલાબ જામુન માટે
શક્કરિયા - 2 મધ્યમ (બાફીને છોલેલી)
રાજગરાનો લોટ - 1/2 કપ
એરોરૂટ પાવડર - 2 ચમચી
એલચી પાવડર - 1/2 ચમચી
ઘી - 1 ચમચી
તળવા માટે ઘી અથવા ઉપવાસમાં વાપરી શકાય તેવું તેલ
ચાસણી માટે
ખાંડ - 1.5 કપ
પાણી - 1.5 કપ
એલચી પાવડર - 1/4 ચમચી
કેસરના થોડા તાંતણા (વૈકલ્પિક)
ગુલાબજળ - 1/2 ચમચી (વૈકલ્પિક)
Vrat Special- કાચા કેળાના કટલેટ
બનાવવાની રીત
શક્કરિયાને બાફીને સારી રીતે મેશ કરો જેથી તેમાં ગાંઠ ન રહે.
તેમાં રાજગરાનો લોટ, એરોરૂટ, એલચી પાવડર અને ઘી ઉમેરીને નરમ લોટ તૈયાર કરો.
નાના અને એકસરખા ગોળ બોલ્સ બનાવી લો. તેમાં તિરાડ ન હોવી જોઈએ.
એક વાસણમાં ખાંડ અને પાણી ઉકાળો. 5-7 મિનિટ પછી એલચી પાવડર, કેસર અને ગુલાબજળ ઉમેરી હળવી
ચાસણી તૈયાર કરો.
ઉપવાસમાં બનાવો હલકો અને પૌષ્ટિક ભોજન: સમા અને શક્કરિયા ડોસો
કડાઈમાં ઘી અથવા તેલ મધ્યમ તાપે ગરમ કરો.
તૈયાર બોલ્સને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
તળેલા ગુલાબ જામને તરત જ ગરમ ચાસણીમાં નાખી 1-2 કલાક સુધી પલાળવા દો

