Dailyhunt
હવામાન@ગુજરાત: ગરમીના પ્રકોપ વચ્ચે 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન@ગુજરાત: ગરમીના પ્રકોપ વચ્ચે 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

Atal Samachar 2 weeks ago

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી 4 એપ્રિલ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે. રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, જેમાં 37 ડિગ્રી તાપમાન સાથે વડોદરા સૌથી ગરમ શહેર નોંધાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે.

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ શકે છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર. દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી.આ દિવસે પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા. અમરેલી અને ભાવનગરમાં હળવા ઝાપટાની શક્યતા.

4 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર.સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વરસાદની આગાહી.વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ વરસાદની આ આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ઉનાળુ પાક અને કેરીના પાકને આ કમોસમી વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગરમી અને ઉકળાટની વચ્ચે વરસાદ આવતા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેના કારણે લોકોએ બફારાનો સામનો કરવો પડી શકે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Atal Samachar