Usa News : અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા યુરોપિયન યુનિયન સામે કડક વેપાર પગલાં લેવામાં આવ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે આવતા અઠવાડિયાથી European Unionમાંથી આયાત થતી કાર અને ટ્રકો પર 25% ટેરિફ(Tariff) લાગુ કરવામાં આવશે.
ટ્રમ્પે આ નિર્ણય પાછળ કારણ આપ્યું છે કે EU પહેલાથી થયેલા વેપાર કરારનું યોગ્ય રીતે પાલન કરી રહ્યું નથી.
તેમણે સ્પષ્ટ કહ્યું કે જો યુરોપિયન કંપનીઓ અમેરિકામાં જ મેન્યુફેક્ચરિંગ શરૂ કરશે, તો તેમને ટેરિફમાંથી છૂટ મળશે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, હાલ અમેરિકામાં ઓટોમોબાઈલ સેક્ટરમાં 100 બિલિયન ડોલરથી વધુનું રોકાણ થઈ રહ્યું છે, જે રોજગારી સર્જવામાં મદદરૂપ થશે.

Donald Trump અને યુરોપિયન કમિશનની અધ્યક્ષ Ursula von der Leyen વચ્ચે વેપાર સમજૂતી થઈ હતી
ગયા વર્ષે જુલાઈમાં Donald Trump અને યુરોપિયન કમિશનની અધ્યક્ષ Ursula von der Leyen વચ્ચે વેપાર સમજૂતી થઈ હતી, જેને "ટર્નબેરી એગ્રીમેન્ટ" તરીકે ઓળખવામાં આવે છે. આ કરારનો હેતુ અમેરિકા અને EU વચ્ચેના વેપાર તણાવને ઘટાડવાનો હતો. આ ડીલ મુજબ EUમાંથી આવતી મોટાભાગની વસ્તુઓ પર 15% ટેરિફ નક્કી કરવામાં આવ્યો હતો.
પરંતુ બાદમાં અનેક મુદ્દાઓ પર મતભેદ ઊભા થયા, ખાસ કરીને સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફને લઈને. જર્મની અને ફ્રાન્સ જેવા દેશોએ અમેરિકાના કેટલાક પ્રસ્તાવોનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન અમેરિકાની સુપ્રીમ કોર્ટએ પણ રાષ્ટ્રપતિના ટેરિફ લગાવવાના અધિકાર અંગે મર્યાદા મૂકી હતી, જેના કારણે કેટલાક કિસ્સાઓમાં ટેરિફ ઘટાડીને 10% કરવામાં આવ્યો હતો.
નવા નિર્ણયથી યુરોપના ઓટોમોબાઈલ સેક્ટર પર મોટી અસર પડી શકે છે, ખાસ કરીને જર્મની અને ફ્રાન્સ જેવી અર્થવ્યવસ્થાઓ પર. ટેરિફ વધવાથી યુરોપિયન કાર અમેરિકામાં મોંઘી બનશે, જેનાથી તેમની માંગ ઘટી શકે છે અને ઉત્પાદન તથા રોજગાર પર નકારાત્મક અસર થઈ શકે છે.
આ સાથે જ અમેરિકી ગ્રાહકોને પણ અસર સહન કરવી પડી શકે છે. યુરોપિયન કાર મોંઘી થવાથી બજારમાં વિકલ્પો ઓછા થશે અને કિંમતોમાં વધારો થઈ શકે છે. વિશ્લેષકોનું માનવું છે કે EU આ પગલાંનો વળતો પ્રહાર કરી શકે છે અને અમેરિકી ઉત્પાદનો પર ટેરિફ(Tariff) વધારી શકે છે, જેના કારણે વૈશ્વિક સ્તરે મોટો ટ્રેડ વોર સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમેરિકા-ઈરાન તણાવ તેજ, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન સામે અંતિમ હુમલાની તૈયારી ચર્ચામાં
ટ્રમ્પે ટેરિફ પર પીછેહઠ કરવાનો કર્યો ઇનકાર, ભારત સહિત 16 દેશો સામે અમેરિકાએ તપાસ શરૂ કરી
સોલાર સ્ટોક ક્રેશ, કેટલાક 15% ઘટ્યા કેટલાક 10% ઘટ્યા, ટ્રમ્પના ટેરિફ બોમ્બશેલ પછી આ શેરોમાં નાસભાગ

