Jamnagar Dhrol Child Kidnapping Case: જામનગરજિલ્લાના ધ્રોલ પંથકમાં વાડી વિસ્તારમાંથી માસૂમ બાળકીના અપહરણની ઘટનાથી ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, ધ્રોળ પોલીસે સતર્કતા દાખવી ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો છે અને બાળકીને હેમખેમ બચાવી લીધી છે. પકડાયેલા આરોપીએ પોતે બાળકીનો સંબંધી હોવાનો વિચિત્ર દાવો કર્યો છે.
Child Kidnapping: સીસીટીવી ફૂટેજ બન્યા મદદરૂપ
ઘટનાની વિગત મુજબ, વાડી વિસ્તારમાંથી 5 વર્ષની બાળકી ગુમ થતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તુરંત એક્શનમાં આવીને વિવિધ માર્ગોના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. ફૂટેજમાં આરોપી એક બાઈક પર બાળકીને વચ્ચે બેસાડીને જતો નજરે પડ્યો હતો, જેના આધારે પોલીસે પીછો કરીને આરોપી કાજુ હટુ બુંદેલીયાને ઝડપી પાડ્યો હતો.
આરોપીનો વિચિત્ર દાવો: ‘હું તો મામો છું
‘પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી કાજુએ ચોંકાવનારો દાવો કરતા જણાવ્યું છે કે તે સંબંધમાં બાળકીનો કુટુંબી મામો થાય છે. તેણે વધુમાં જણાવ્યું કે તે બાળકીને માત્ર ખાવા-પીવાની વસ્તુઓ અપાવવાના બહાને પડધરી તરફ લઈ જઈ રહ્યો હતો અને આ દરમિયાન તેણે રસ્તામાં લિફ્ટ માંગીને બાઈક પર મુસાફરી કરી હતી.
તબીબી તપાસ અને તપાસનો ધમધમકાટ
બાળકી મળી આવ્યા બાદ તેને તાત્કાલિક ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે ખસેડવામાં આવી છે. પોલીસે જે બાઈક સવાર પાસેથી આરોપીએ લિફ્ટ માંગી હતી તેની પણ ઊંડી પૂછપરછ શરૂ કરી છે. શું ખરેખર આરોપીનો ઈરાદો ખાણી-પીણી અપાવવાનો જ હતો કે પછી કોઈ મોટું કાવતરું, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
લવ જેહાદ'નો આક્ષેપ, વલસાડના ધરમપુરમાં સગીરાનું અપહરણ
ઉનામાં બે સગીરાના અપહરણ બદલ બે યુવક સામે પોક્સો
'મારી મરજીથી જઉં' લખી 14 વર્ષની કિશોરીનું અપહરણ, આરોપી ધરપકડ

