Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અષાઢી બીજે મેઘરાજા વાદળોના રથ પર મહાલ્યા

અષાઢી બીજે મેઘરાજા વાદળોના રથ પર મહાલ્યા

નવગુજરાત સમય, ટીમ ગુજરાત

ષાઢી બીજના દિવસે સવારે આઠથી રાત્રિના દસ વાગ્યા સુધીમાં રાજ્યના ૯૪ તાલુકામાં નોંધાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજકોટના પડધરીમાં ૨.24 ઇંચ, સુરતના કામરેજમાં ૧.૮૧ ઇંચ, કચ્છના રાપરમાં ૧.૬૯ ઇંચ, સુરતના માંગરોળ તેમજ બારડોલીમાં ૧.૫ ઇંચ, વલ્લભીપુરમાં ૧.૩૦ ઇંચ. અમદાવાદના ધંધુકામાં ૧.૨૨ ઇંચ, ભરુચના નેત્રંગમાં ૧.૧૪ ઇંચ, સુરેન્દ્રનગરના દસાડા અને ચોટીલામાં ૦.૬૭ ઇંચ, બોટાદમાં ,સાણંદ,ભચાઉ, લીલીયા, તેમજ પાલીતાણામાં ૦.૬૩ ઇંચ, લાઠી અને બરવાળામાં ૦.૯૧ ઇંચ, રાજકોટમાં ૦.૪૭ ઇંચ, થાનગઢ અને વ્યારા અને ઉકાઇમા ૦.૪૩ ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં ચોમાસાની ઋતુ જામી છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા જિલ્લાઓમાં અષાઢી બીજે મેઘરાજાએ મહેર વરસાવી હતી. સવારથી સાંજ સુધીમાં અનેક વિસ્તારોમાં ધીમી ધારેથી લઈને મધ્યમ વરસાદી ઝાપટાં વરસ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન પ્રદેશના મોટાભાગના તાલુકાઓમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જળવાઈ રહ્યો હતો.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલી વિગતો મુજબ, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સૌથી વધુ ૨.૨૪ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પણ બપોરે બે કલાકના ટૂંકા ગાળામાં જ ૧.૬૯ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ ખાબકી ગયો હતો. કચ્છના જ ભચાઉ તાલુકામાં ૦.૬૩ ઇંચ વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા અને ચોટીલા તાલુકામાં ૦.૬૭ ઇંચ, થાનગઢમાં ૦.૪૩ ઇંચ તેમજ વઢવાણ તાલુકામાં ૦.૩૯ ઇંચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં લીલીયા અને લાઠી તાલુકામાં ૦.૬૩થી ૦.૫૧ ઇંચ સુધીની મેઘમહેર થઈ છે, જ્યારે અમરેલી તાલુકામાં ૦.૩૯ ઇંચ અને સાવરકુંડલામાં ૦.૨૮ ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ૦.૬૩ ઇંચ તેમજ ગારીઆધાર અને મહુવા તાલુકામાં ૦.૨૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત રાજકોટ શહેરમાં ૦.૪૭ ઇંચ અને જસદણમાં ૦.૨૮ ઇંચ વરસાદ થયો છે. મોરબી તાલુકામાં પણ ૦.૩૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જુનાગઢના વિસાવદરમાં ૦.૨૪ ઇંચ વરસાદ નોંધાયો છે.
બીજી તરફ, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક તાલુકાઓમાં માત્ર હળવા વરસાદી ઝાપટાં જ વરસ્યા હતા. જેમાં સુરેન્દ્રનગરના લીંબડી (૦.૨૪ ઇંચ), સાયલા (૦.૨૪ ઇંચ), ચુડા (૦.૦૮ ઇંચ) તેમજ અમરેલીના બાબરા (૦.૨૪ ઇંચ), ખાંભા (૦.૨ ઇંચ) અને રાજુલા (૦.૨ ઇંચ) તાલુકાનો સમાવેશ થાય છે. ભાવનગરના વલ્લભીપુર (૦.૧૬ ઇંચ) અને ભાવનગર શહેરમાં (૦.૦૮ ઇંચ) વરસાદી ઝાપટું પડ્યું છે. આ ઉપરાંત મોરબીના માળિયામાં ૦.૧૨ ઇંચ, જામનગરના ધ્રોલ અને લાલપુરમાં ૦.૦૮ ઇંચ જ્યારે જુનાગઢના માળિયા હાટીનામાં ૦.૧૨ ઇંચ, ભેસાણમાં ૦.૦૮ ઇંચ અને કેશોદમાં ૦.૦૪ ઇંચ જેવા સામાન્ય ઝાપટાં વરસ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં ૦.૧૬ ઇંચ, ઉનામાં ૦.૦૮ ઇંચ તેમજ સુત્રાપાડામાં ૦.૦૪ ઇંચ જેટલો નહિવત વરસાદ નોંધાયો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay