Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બાપુનગરમાંથી ક્રાઈમ બ્રાન્ચે 2 કિલો ગાંજા સાથે યુવકને ઝડપ્યો

બાપુનગરમાંથી ક્રાઈમ બ્રાન્ચે 2 કિલો ગાંજા સાથે યુવકને ઝડપ્યો

નવગુજરાત સમય , અમદાવાદ

મદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ વિરોધી અભિયાન શરૂ કરી બાપુનગરમાંથી એક યુવકને 2 કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. જ્યારે તેના સાથીદારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બાપુનગર, મણિનગર, દાણીલીમડા, કાગડાપીઠ સહિતના વિસ્તારો નશીલા પદાર્થોના પેડલરોના હબ બની રહ્યા છે.

પૂર્વ અમદાવાદમાં ડ્રગની વધતી જતી હેરાફેરીને લઈને પોલીસે વોચ વધારી છે.

તેવામાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ અને ઇન્સ્પેક્ટર ઠાકરની ટીમને બાતમી મળી હતી કે, બાપુનગર અજિત મિલ ચાર રસ્તા પાસેના સુમેલ-8 ખાતે એક યુવક પાસે ગાંજાનો જથ્થો છે. પોલીસે તાત્કાલિક રેડ કરી બે કિલો ગાંજો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 1.07 લાખનો મુદ્દામાલ કબજે કરી મોહમદ સાદાબ મોહમદ જુનેદ આદમ શેખ (ઉં.વ. 24, રહે. હાઉસિંગ બોર્ડના મકાનમાં, આવાસ ઘરની પાછળની ગલી, હરદાસનગર પોલીસ ચોકી પાછળ, બાપુનગર; મૂળ સીતામઢી, બિહાર)ને ઝડપી લીધો હતો. ગાંજાના જથ્થા અંગે તેની પૂછપરછ કરતાં તેના એક સાથીદાર મોહમદ તુફેલ મોહમદ મુસ્તાક શેખ (રહે. બાપુનગર)ની વિગતો મળી હતી. જેને પગલે પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ધોળકા અને ઈસનપુરના વોન્ટેડ આરોપી ઝડપાયા

ધોળકામાંથી મહિના પહેલા ઝડપાયેલા કફ સિરપના કેસમાં ઝાકીર સગીર શેખ (31, રહે. જમાલપુર, ગાયકવાડ હવેલી) ફરાર હતો. તેની વિગતો ક્રાઇમ બ્રાન્ચને મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી લીધો હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર નિખિલ બ્રહ્મભટ્ટની ટીમે એટીએસ તથા ઇસનપુરમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી મહેંદ સાદિક ઉર્ફે સજ્જુ હમદ રફીક પઠાણ (ઉં.વ. 44, રહે. ઇસનપુર)ને ઝડપી લીધો હતો અને તેના ગુના અંગેની તપાસ શરૂ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay