Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બૂટલેગર પાસે 3.50 લાખની માગ કરતાં નરોડાનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

બૂટલેગર પાસે 3.50 લાખની માગ કરતાં નરોડાનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

નવગુજરાત સમય , અમદાવાદ

રોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જનકભાઈ પુંજાભાઈ દેસાઈ અને વિસ્તારના લિસ્ટેડ બૂટલેગર મહંમદ હારૂન જબ્બાર શેખ વચ્ચેની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં વાયરલ થતાં સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાત્કાલિક અસરથી કોન્સ્ટેબલ જનકભાઈને ફરજ મોકૂફી (સસ્પેન્ડ) હેઠળ મૂકી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, નરોડા પોલીસ સ્ટેશનમાં દારૂબંધી (પ્રોહિબિશન)ના કાયદા હેઠળ નોંધાયેલા એક ગુનામાં આરોપી બૂટલેગર મહંમદ હારૂન જબ્બાર શેખ અને અન્ય આરોપીઓ વોન્ટેડ છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં કોન્સ્ટેબલ જનકભાઈ આ લિસ્ટેડ બૂટલેગર સાથે સતત સંપર્કમાં રહી ઉપરી અધિકારીઓના નામો વટાવી 3.50 લાખ રૂપિયા પોતાના અંગત આર્થિક ફાયદા સારું વાતચીત કરી રહ્યા હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. સામે બૂટલેગર 1.50 લાખ આપવાની તૈયારી દર્શાવી રહ્યો હતો. આ વીડિયો બાદ પોલીસ ખાતાની છબિ ખરડાય તેવું શંકાસ્પદ કૃત્ય કરનાર કર્મચારી સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તાત્કાલીક અસરથી જનકભાઇ પુંજાભાઇને સસ્પેન્ડ કરી સમગ્ર પ્રકરણની તટસ્થ અને ન્યાયિક તપાસ થાય તે માટે મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝનને પ્રાથમિક તપાસ સોંપવામાં આવી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay