Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી20 સાથે ભારત વિમેન્સે સિરીઝ ગુમાવી

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટી20 સાથે ભારત વિમેન્સે સિરીઝ ગુમાવી

એજન્સી, ટોન્ટન

પ્રવાસી ભારત વિમેન્સ ટીમ સામેની ત્રીજી અને અંતિમ ટી20 ક્રિકેટ મેચમાં મંગળવારે રાત્રે ઇંગ્લેન્ડે છ વિકેટે શાનદાર વિજય હાંસલ કરીને ત્રણ મેચની આ સિરીઝ 2-1થી જીતી લીધી હતી. થોડા જ દિવસમાં શરૂ થઈ રહેલા આઇસીસી વિમેન્સ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ આ પરાજય ભારતના આત્મવિશ્વાસ પર અસર કરી શકે છે.

અંતિમ મેચમાં એલિસ કાપ્સેની આક્રમક 82 રનની ઇનિંગ્સ અને કેપ્ટન હિથર નાઈટની અણનમ 70 રનની સંયમિત ઇનિંગ્સની મદદથી ઈંગ્લેન્ડે વિકેટે સફળતા હાંસલ કરી હતી.

આ હાર બાદ ભારતીય ટીમ માટે આગામી વિમેન્સ ટી20 વર્લ્ડ કપ અગાઉ ચિંતા વધી ગઈ છે. વર્લ્ડ કપમાં હરમનપ્રિત કૌરની આગેવાની હેઠળની ટીમ 14મી જૂને બર્મિંગહામમાં પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમનારી છે.

ભારતે આપેલા 181 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પાવરપ્લેમાં જ ઈંગ્લેન્ડે સોફિયા ડન્કલી, ડેની વોટ-હોજ અને એમી જોન્સની વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોરબોર્ડ પર માત્ર 38 રન હતા. ભારતીય ઝડપી બોલર ક્રાંતિ ગૌડે શરૂઆતમાં જોરદાર ફટકો આપ્યો હતો. તેણે વોટ-હોજ અને જોન્સને આઉટ કરી હતી. ખાસ કરીને વોટ-હોજની વિકેટ તો શાનદાર બોલ પર હતી જે અંદરની તરફ આવીને સ્ટમ્પ ઉખેડી ગઈ હતી.ત્યારબાદ એલિસ કાપ્સેએ 43 બોલમાં 82 રન ફટકાર્યા હતા. એક સમયે તે આક્રમક મૂડમાં રમી રહી હતી ત્યારે તેને સહકાર આપીને કેપ્ટન હિથર નાઈટે 42 બોલમાં 70 રન ફટકાર્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે માત્ર 76 બોલમાં 137 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી. આ સ્કોર ઈંગ્લેન્ડ માટે ટી20માં બીજો સૌથી મોટો રન-ચેઝ હતો. કાપ્સેએ પોતાની ઇનિંગ્સમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સર ફટકારી હતી. જ્યારે નાઈટની ઇનિંગસમાં દસ ચોગ્ગા સામેલ હતા. છેલ્લે કાપ્સે અરૂંધતી રેડ્ડીનો શિકાર બની હતી પરંતુ ત્યાં સુધીમાં ટીમની જીત નિશ્ચિત થઈ ગઈ હતી. અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય વિમેન્સ ટીમે પાંચ વિકેટે 180 રન કર્યા હતા. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના વહેલી આઉટ થઈ ગઈ હતી પરંતુ યાસ્તિકા ભાટિયા (32 રન) અને જેમિમાહ રોડ્રિગ્સ (29 રન) ના આક્રમક અભિગમને કારણે ભારતે પાવરપ્લેમાં 57 રન કર્યા હતા.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay