Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
કોડીન તત્ત્વ ધરાવતા કફ સિરપનું પ્રિસ્ક્રિપ્શન વિના થતું વેચાણ

કોડીન તત્ત્વ ધરાવતા કફ સિરપનું પ્રિસ્ક્રિપ્શન વિના થતું વેચાણ

નવગુજરાત સમય , ગાંધીનગર

શિયાળાની ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે કેટલાક યુવાઓ નશો ચઢે તેવા કફ સિરપનો ઉપયોગ કરતા હોય છે. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા કોડીન તત્ત્વ ધરાવતા કફ સિરપનું ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ કરવું પ્રતિબંધિત હોવા છતાં કેટલાક સ્ટોર દ્વારા તેનું બેરોકટોક વેચાણ થઇ રહ્યાની ફરિયાદ ઊઠી છે.

રાજ્યમાં દારૂબંધી છે ત્યારે અનેક યુવાનો કોડીન તત્ત્વ ધરાવતા કફ સિરપનો ઉપયોગ કરતા હોય છે જેથી તેમને નશો ચઢતો હોય છે. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી દ્વારા ભારત સરકારની સૂચના મુજબ, બાળકોના કફ અને શરદીની દવાઓના ફોર્મ્યુલેશનનો તર્કસંગત ઉપયોગ થાય તે માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલી એડવાઇઝરી પણ જાહેર કરાયેલી છે. જેમાં ઝુંબેશ કરીને દવાઓની દુકાન, બાળરોગ નિષ્ણાતોના ક્લિનિક સાથે જોડાયેલા સ્ટોર, જેનરિક દવાના જથ્થાબંધ વેપારી-વિતરકો ઉપર પણ તપાસ કરવાનો સમાવેશ થાય છે. જેથી શિડ્યુલ એચ અને એચ-1 કેટેગરીની દવાઓનું ઓવર ધ કાઉન્ટર કે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના થતું વેચાણ અટકાવી શકાય.

જોકે, શહેરના પૂર્વ વિસ્તાર નિકોલ, નરોડા સહિત પશ્વિમના પણ કેટલાક વિસ્તારમાં ચેઇન સ્ટોર ધરાવતા હોય તેવા ફાર્મસી સ્ટોર દ્વારા પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ કરાતું હોવાની જાગૃત સંગઠનો ફરિયાદ કરી રહ્યા છે. આવા સ્ટોર સામે તપાસના નાટક કરવાને બદલે નક્કર પગલાં લેવા માગ કરાઇ છે. દવાની દુકાનો ઉપર તપાસ કરી ક્ષતિ હોય તો પગલાં લેવાય છે કે નહીં તેનું ચૂસ્ત મોનિટરિંગ કરવા પણ માગ કરાઈ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay