એજન્સી, જોહનિસબર્ગ
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કોવિડ-19ના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને દેશમાં લાગુ કરાયેલી ઈમરજન્સીની સ્થિતિને 15 ઓગસ્ટ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. રામાફોસાએ રાત્રે 9 વાગ્યે સવારે 4 વાગ્યા સુધી કર્ફ્યૂની પણ જાહેરાત કરી છે અને મેડિકલ સુવિધાઓ પર દબાણ ઓછું કરવા માટે દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
રામાફોસાએ જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના અત્યાર સુધી 2,76,242 કેસ સામે આવ્યા છે અને 4,079 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, દરરોજ એવરેજ 12,000 નવા કેસ સામે આવી રહ્યા છે. આપણામાંથી અનેક લોકો લોકડાઉનના નિયમોને નજરઅંદાજ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે, વાયરસનો સામનો કરવાની લડાઈની વચ્ચે કેટલાક લોકો એવા પણ છે જે પાર્ટી કરી રહ્યા છે, દારૂનું સેવન કરી રહ્યા છે અને માસ્ક વગર ફરી રહ્યા છે.

