Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મહેસાણામાં 'C' ડિવિઝન પોલીસ સ્ટેશન માટે 33નું મહેકમ મંજૂર

મહેસાણામાં 'C' ડિવિઝન પોલીસ સ્ટેશન માટે 33નું મહેકમ મંજૂર

નવગુજરાત સમય, મહેસાણા

હેસાણા શહેરમાં હાલ એ અને બી ડિવિઝન એમ બે પોલીસ મથકો કાર્યરત છે. જો કે, ગુનાનું પ્રમાણ, વસતી અને વિસ્તાર સાથે ઔદ્યોગિક એરિયામાં વધારો થતાં વધુ એક 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન મંજૂર કરાયું છે, જેના માટે ૩૩ નવી જગ્યાઓ પણ ઊભી કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકીએ શહેરમાં ત્રીજું 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશન બનાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી હતી.

જે મંજૂર કરાઈ હતી. હવે આ નવા પોલીસ સ્ટેશન માટે એક બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર (PI), બે બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI), ૨૧ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને ૯ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મળીને કુલ ૩૩નું નવું મહેકમ મંજૂર કરાયું છે. સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં આ નવી ૩૩ જગ્યાઓ ઊભી કરવા માટે કુલ રૂ.૧.૪૧ કરોડની જોગવાઈ કરીને તે અંગેની વહીવટી મંજૂરી પણ આપવામાં આવી છે. મહેસાણા શહેર બી ડિવિઝન અને મહેસાણા તાલુકાના પોલીસ સ્ટેશનની હદમાં આવતા કેટલાક વિસ્તારોનો સમાવેશ આ નવા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે. ટૂંક સમયમાં સૂચિત આ નવું પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી અન્ય પોલીસ સ્ટેશનોની કામગીરીનું ભારણ ઘટશે અને શહેરીજનોને પણ પોલીસની સેવાઓ ઝડપથી મળતી થશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay