Dailyhunt
માંડવીના તડ્કેશ્વરમાં જુગાર રમવા આવેલ સિસોદરાના 4 વ્યક્તિઓ ઝડપાયા

માંડવીના તડ્કેશ્વરમાં જુગાર રમવા આવેલ સિસોદરાના 4 વ્યક્તિઓ ઝડપાયા

નવગુજરાત સમય,બારડોલી

સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં તડ્કેશ્વર ગામની સીમમાં નવાપરાથી આગળ પાણીની ટાંકી નજીક જાહેરમાં જુગાર રમી રહેલ 4 શખ્સોને માંડવી પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ ચારેય વ્યક્તિઓ નવસારી જિલ્લાના છે. જ્યારે બહારથી માણસો બોલાવી જુગાર રમાડનાર તડ્કેશ્વર ગામના અબ્દુલ હાફિઝ સહિત બે વ્યક્તિઓને પોલીસે વોંટેડ જાહેર કર્યા છે. પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે કાર, મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી કુલ 2.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે તડ્કેશ્વર ગામે રહેતો અબ્દુલ હાફિઝ નામનો શખ્સ બહારથી માણસો બોલાવી તડ્કેશ્વર ગમે નવાપરાથી આગળ પાણીની ટાંકી નીચે જુગાર રમાડે છે.

જે હકીકતના આધારે માંડવી પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ઘટના સ્થળે કેટલાક ઇસમો ગોળ કુંડાળું કરી જુગાર રમી રહ્યા હતા. પોલીસે કોર્ડન કરી જુગાર રમી રહેલ 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલ શખ્સો પાસેથી પોલીસે એક આઈ-20 કાર નંબર જીજે-21-એએ-2554 કિંમત રૂ, 2 લાખ તેમજ એક મોબાઈલ ફોન અને રોકડા રૂ, 29,860 મળી કુલ 2.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે જુગાર રમાડનાર અબ્દુલ હાફિઝ તથા અશોકભાઇ દલુભાઈ હળપતિ (રહે, સિસોદરા, જી-નવસારી) પોલીસની રેડ જોઈ ભાગી છૂટતા આ બંને ને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જુગાર રમતા પકડાયેલ શખ્સો

સુનિલભાઈ રમેશભાઈ રાઠોડ (રહે, સિસોદરા, જી-નવસારી)

ચિરાગભાઈ ગુણવંતભાઈ હળપતિ (રહે, સિસોદરા, જી-નવસારી)

પરિમલભાઈ રાજુભાઇ મૈસુરિયા (રહે, સિસોદરા, જી-નવસારી)

વિજયભાઇ રમણભાઈ રાઠોડ (રહે, સિસોદરા, જી-નવસારી)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay