નેપાળના વડાપ્રધાન બાલેન શાહે ભારતની ભૂમિ પર અતિક્રમણનો દાવો કરીને વિવાદ સર્જ્યો હતો. એ પછી બન્ને દેશોના સંબંધોમાં કડવાશ આવી ગઇ હતી. જોકે એ પછી નેપાળે તે મામલે તરત ખુલાસો પણ કર્યો હતો. તે પછી નેપાળની સત્તારૂઢ પાર્ટી રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના વડા રબી લેમિછનેની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ ભારતમાં આવ્યું હતું અને નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યું હતું.

