Dailyhunt
ફાયર વિભાગના કર્મચારીએ હેવાનિયતની હદ વટાવી, યુવતીને ગાળો ભાંડી છેડતી કરી

ફાયર વિભાગના કર્મચારીએ હેવાનિયતની હદ વટાવી, યુવતીને ગાળો ભાંડી છેડતી કરી

નવગુજરાત સમય , અમદાવાદ

મદાવાદ ફાયર વિભાગના એક કર્મચારીએ હેવાનિયતની હદ વટાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કર્મચારીએ યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેની સાથે મુલાકાત કરીને અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને અનેક વાર સંબંધ બાંધ્યો હતો. આટલું જ નહિ લાંબા સમય બાદ આરોપીએ ભોગ બનનારનો સંપર્ક કરીને તેને ધમકીઓ આપીને મળવા બોલાવી હતી.

ભોગ બનનાર ધમકીથી ડરીને મળવા જતા આરોપીએ જાહેર રોડ પર છેડતી કરતા લોકોએ તેને અને તેના સાગરિતને ઢોર માર મારીને પાઠ ભણાવ્યો હતો. સમગ્ર મામલે વાડજ અને સોલા પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કોટ વિસ્તારમાં રહેતી યુવતીના ઘર નજીક રહેતા ફાયર વિભાગના ડ્રાઇવર તોહીત મલેકે તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. બંને રિવરફ્રન્ટ પર મળ્યા ત્યારે યુવતીના પિતા આવી ગયા હતા. જે બાદ તોહીત સામે ફાયર વિભાગમાં ફરિયાદ થતાં તોહીત અને તેના પરિવારનું મકાન ખાલી કરાવી દીધું હતું. તોહીત પરિવાર સાથે ગોમતીપુર સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેવા ગયો હતો. જે બાદ યુવતીએ પણ તેનો ફોન બંધ કરી દીધો હતો. જ્યારે લાંબા સમય બાદ યુવતીએ ફોન ચાલુ કર્યો ત્યારે તોહીતે ફોન કર્યો હતો. યુવતીના ઓળખીતા અમાન મિર્ઝાએ નંબર આપતા તોહીતે તેને ફોન કરીને મારી નાખવાની ધમકી આપી હતી. તોહીતે બિભત્સ શબ્દો બોલીને યુવતીને મળવા બોલાવી હતી. તોહીતની ધમકીથી વશ થઇને નાછૂટકે યુવતી તેને ઉસ્માનપુરા ગાર્ડન પાસે મળવા ગઇ હતી. ત્યારે તોહીત તેને ગાળો બોલતો હોવાથી યુવતી ત્યાંથી ચાલવા લાગી હતી. ત્યારે તોહીતે તેને ખેંચીને લાફો માર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા લોકોએ આવીને તોહીત અને અમાનને ઢોર માર મારીને પાઠ ભણાવ્યો હતો. જે બાદ પોલીસને જાણ કરાતા વાડજ પોલીસે છેડતી કરનાર તોહીત મકબુલ મલેક અને તેના સાગરિત અમાન મિર્ઝા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

હોટલમાં વીડિયો બનાવી બ્લેકમેલ કરી

યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે તોહીતે તેને ઇમોશનલ વાતો કરી હતી. બાદમાં તેનું સોલા વિસ્તારમાંથી ગાડીમાં અપહરણ કરીને હોટલમાં લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી હતી. જે મામલે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay