Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ફેબેક્સા-11નો આજથી પ્રારંભ, બી એલર્ટ એપ્લિકેશન લોન્ચ કરાશે

ફેબેક્સા-11નો આજથી પ્રારંભ, બી એલર્ટ એપ્લિકેશન લોન્ચ કરાશે

નવગુજરાત સમય , અમદાવાદ

મદાવાદના વેપારીઓ દેશ અને દુનિયાભરમાં કાપડનો વેપાર કરે છે. હાલ મંદીના માહોલમાં મસ્કતી કાપડ મહાજન દ્વારા યોજાઈ રહેલા ફેબેક્સા-11નો શુક્રવારથી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે દેશભરમાંથી આવનારા મોટા વેપારીઓ કરોડોના ઓર્ડર આપે તેવી સંભાવના છે. આ ઓર્ડરને લઈને કાપડના વેપારીઓને બુસ્ટર ડોઝ મળી જતો હોવાનું પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું.

આટલું જ નહીં, આ ફેબેક્સા-11માં કાપડ મહાજનની ખાસ એપ્લિકેશન 'બી એલર્ટ' પણ લોન્ચ કરવામાં આવશે. જેના પગલે વેપારીઓ પોતાના આઈફોન કે એન્ડ્રોઇડ મોબાઇલમાં તે ડાઉનલોડ કરી શકશે અને કોની સાથે ધંધો કરવો તે નક્કી કરી શકશે. કેમ કે આ એપમાં તમામ ઠગ અને ધુતારા વેપારીઓ-દલાલોની વિગતો, પેઢીનું નામ, GST નંબર સહિતની માહિતી અપલોડ કરવામાં આવશે.

ફેબેક્સામાં ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની 47 બ્રાન્ડનું પ્રદર્શન કરવામાં આવશે. ફેબેક્સા માટે દેશના 1000 મોટા વેપારીઓને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે. જેમની ટિકિટ અને હોટલમાં રહેવાનો ખર્ચ પણ મહાજન દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ફેબેક્સા શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. જેના માટે પણ ઘણા વેપારીઓ અમદાવાદમાં આવી ગયા છે. અમદાવાદના વેપારીઓને આ ફેરને લઈને મોટા પ્રમાણમાં ઓર્ડર મળતા હોવાથી તેઓ પણ આનંદમાં છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay