Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષા

પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષા

નવગુજરાત સમય , અમદાવાદ

રાજ્યની તમામ શાળાઓમાં ધો.3થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષાનો આવતીકાલ એટલે કે 22મી ઓક્ટોબરથી પ્રારંભ થશે. આ પરીક્ષામાં અંદાજે 80 હજારથી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. રાજ્યની તમામ સ્કૂલોમાં એકસાથે પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલા કોમન કેલેન્ડર પ્રમાણે આ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.

રાજ્યની શાળાઓમાં આવતીકાલથી શરૂ થતી પરીક્ષાઓમાં ધો.9થી12ની પરીક્ષા 2જી નવેમ્બર સુધી ચાલશે. જેની સામે પ્રાથમિક શાળાઓની પરીક્ષા આગામી 30મી ઓક્ટોબરના રોજ પૂર્ણ થશે. ધો.9થી 12ની પરીક્ષાઓમાં જૂનથી સપ્ટમ્બર સુધીના અભ્યાસક્રમ પ્રમાણે પ્રશ્નપત્ર કાઢવામાં આવશે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક કેલેન્ડર પ્રમાણે 120 દિવસનું પ્રથમ સત્ર આગામી 4 નવેમ્બરના રોજ પૂર્ણ થવાનું હોવાથી 5મી નવેમ્બરથી 21 દિવસ સુધી દિવાળીનું વેકેશન રહશે. આમ, ધો.9થી 12ની પરીક્ષા પહેલુ શૈક્ષણિક સત્ર પૂરું થાય તેના બે દિવસ પહેલા જ પૂર્ણ થશે. ધો.3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા આવતીકાલ 22મીથી શરૂ થઇને આગામી 30મી ઓક્ટોબર સુધી ચાલશે. આ પરીક્ષામાં કુલ 40 માર્કસના પ્રશ્નો પુછવામાં આવશે. પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે. આ પરીક્ષામાં જીસીઇઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમની માસવાર ફાળવણી પ્રમાણે જૂનથી ઓક્ટોબર સુધીના અભ્યાસક્રમને ધ્યાનમાં લેવામાં આવશે. જેની સામે ધો.6થી 8માં 80 ગુણનું પેપર રહેશે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે ત્રણ કલાસનો સમય આપવામાં આવશે. ધો.3થી 8માં આવતીકાલ એટલે કે ગુરુવારથી પરીક્ષાનો પ્રારંભ કરાશે. જેમાં ધો.3થી 5માં પહેલા દિવસે ગુજરાતી પ્રથમ ભાષાની પરીક્ષા લેવામાં આવશે. ધો.6થી 8માં પણ પહેલા દિવસે ગુજરાતી વિષયની પરીક્ષા લેવાશે. બીજા દિવસે ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવશે. આમ, એકેડેમિક કેલેન્ડરમાં અપાયેલી સૂચના પ્રમાણે આવતીકાલથી રાજ્યની તમામ સ્કૂલોમાં પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થશે.

મેડિકલ-ડેન્ટલના ચોથા રાઉન્ડમાં 223 વિદ્યાર્થીને પ્રવેશ

મેડિકલ-ડેન્ટલમાં ચાલતી પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત હાલમાં ચોથા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ગત તા.16મીથી 19મી સુધી ચોઇસ ફિલિંગ પ્રક્રિયામાં જે વિદ્યાર્થીઓએ ચોઇસ આપી હતી તેના આધારે આજે કોલેજની ફાળવણી કરી દેવામાં આવી છે. મેડિકલમાં ખાલી પડેલી 119માંથી 119 એટલે કે તમામ બેઠકો પર પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. આજ રીતે ડેન્ટલમાં ખાલી પડેલી 104 પૈકી 104 બેઠક પર પ્રવેશ આપી દેવાયો છે. આમ, મેડિકલ અને ડેન્ટલની મળીને કુલ 223 બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો છે તેમને પ્રવેશ કન્ફર્મ કરવા માટે 26મી સુધીની મુદત આપવામાં આવી છે. આજ સમય દરમિયાન 26મીએ સાંજે 5 વાગ્યા સુધીમાં હેલ્પસેન્ટરમાં જઇને રિપોર્ટિંગ કરવાની પણ તાકીદ કરવામાં આવી છે. આમ, આગામી 26મી પછી પ્રવેશ ફાળવ્યો છે 223 પૈકી કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરાવે છે તેની વિગતો જાહેર કરવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay