Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પૂર્વ પ્રેમીએ પ્રેમિકા સાથે ફરતા યુવકને ફટકાર્યો

પૂર્વ પ્રેમીએ પ્રેમિકા સાથે ફરતા યુવકને ફટકાર્યો

નવગુજરાત સમય , અમદાવાદ

હેરના રામોલ વિસ્તારમાં પૂર્વ પ્રેમી સહિત ત્રણ શખ્સે એકઠા થઈને યુવતીના પ્રેમીને 'કેમ મારી પ્રેમિકા સાથે ફરે છે' તેમ કહી જાહેરમાં લોખંડની સેફ્ટી સ્ટીક વડે માર મારી લોહીલુહાણ કર્યો છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી ફરાર અન્ય બે શખ્સની શોધખોળ હાથ ધરી છે.
વસ્ત્રાલમાં માધવ ગાર્ડનની સામે આવેલા ગંગા એપાર્ટમેન્ટમાં 30 વર્ષીય સન્ની પાટીલ માતા-પિતા સાથે રહે છે અને ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.

સન્નીને તેના વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ છે અને બંને લગ્ન પણ કરવાના છે. 2 જુલાઈની સાંજે યુવતીએ સન્નીને ફોન કરીને ઓફિસેથી વહેલા ઘરે આવવા જણાવ્યું હતું, જેથી તેઓ તેની બહેનપણી સાથે જમવા જઈ શકે. આથી સન્ની નોકરીએથી વહેલો પરત આવ્યો હતો અને પોતાનું એક્ટિવા રાધે ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં પાર્ક કરીને પ્રેમિકાને ફોન કર્યો હતો. થોડી વારમાં તેની પ્રેમિકા અને મિત્રો આવી જતાં તમામ લોકો સાથે જમવા ગયા હતા.
હોટલમાં જમીને પાછા આવ્યા ત્યારે સન્ની તેની પ્રેમિકાના એક્ટિવા પાછળથી ઊતર્યો હતો અને કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલું પોતાનું વાહન લેવા ગયો હતો. આ સમયે યુવકની પાડોશમાં રહેતો અને યુવતીનો પૂર્વ પ્રેમી કીર્તિ પરમાર અન્ય બે શખ્સને લઈને ત્યાં આવ્યો હતો. કીર્તિએ પાર્કિંગમાં જ સન્ની સાથે તકરાર શરૂ કરી હતી અને 'કેમ તૃપ્તિ (નામ બદલેલ છે) સાથે ફરે છે' તેમ કહી તેની સાથેના બે શખ્સોએ સન્નીને માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ કીર્તિ લોખંડની સેફ્ટી સ્ટીક લઈ આવ્યો હતો અને સન્નીને પગના ઢીંચણના નીચેના ભાગે ફટકા મારવા લાગ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ જતાં આરોપી કીર્તિ સહિત ત્રણેય શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ઘાયલ સન્નીને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર લીધા બાદ સન્નીએ રામોલ પોલીસ મથકે કીર્તિ પરમાર સહિત ત્રણ શખ્સ સામે ગુનો નોંધાવતા પોલીસે કીર્તિ પરમારની ધરપકડ કરી છે અને ફરાર બે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay