Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રબાડા ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાંથી બહાર

રબાડા ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાંથી બહાર

એજન્સી, જોહાનિસબર્ગ

સાઉત આફ્રિકાના મુખ્ય ઝડપી બોલર કગિસો રબાડા ઇજાને કારણે ઓસ્ટ્રેલિયા સામે આગામી મહિને શરૂ થનારી ત્રણ વન-ડે મેચની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. બંને વચ્ચે ૨૪થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન વન-ડે સિરીઝ યોજાનાર છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં શરૂ થઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં સામેલ કરતાં પહેલાં તેના રિહેબિલિટેશન પર નજર રહેશે.

જો સંપૂર્ણ સ્વસ્થ થશે તો તેને ટેસ્ટમાં સ્થાન મળી શકે તેમ છે. જોકે, ૩૧ વર્ષીય રબાડાને હેમસ્ટ્રિંગમાં ગ્રેડ-થ્રી ટિયરને કારણે બે મહિના સુધી મેદાનની બહાર રહે તેવી શક્યતા છે. સાઉથ આફ્રિકાને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૩ ટેસ્ટ મેચ રમવાની છે જેની શરૂઆત આગામી ૯ ઓક્ટોબરે ડરબનમાં થશે. તે પછી બીજી ટેસ્ટ ગકેબરહામાં ૧૮મી ઓક્ટોબરથી અને ત્રીજી ટેસ્ટ ૨૭ ઓક્ટોબરથી કેપટાઉનમાં રમાનાર છે.
રબાડાનો ઓસ્ટ્રેલિયન ટીમ સામે ટેસ્ટ રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. તેણે ૧૧ મેચમાં ૨૧.૩૯ની એવરેજથી ૫૮ વિકેટ ઝડપી છે. રબાડા બહાર થયો છે જ્યારે અન્ય એક ઝડપી બોલર નાન્દ્રે બર્જરની રિકવરી પર પણ ટી મેનેજમેન્ટ નજર રાખી રહ્યું છે જે પોતાની પીઠની ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. જોકે, ટીમ પાસે ગેરાલ્ડ કોએટ્ઝી અને કોર્બિન બોશ જેવા ઝડપી બોલરના રૂપમાં વિકલ્પ છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay