Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજકોટમાં લિવ-ઈનમાં રહેતા ભાજપના આગેવાનનો 12મા માળેથી કૂદીને આપઘાત

રાજકોટમાં લિવ-ઈનમાં રહેતા ભાજપના આગેવાનનો 12મા માળેથી કૂદીને આપઘાત

નવગુજરાત સમય, રાજકોટ

રાજકોટમાં યુવતી સાથે મૈત્રી કરારથી રહેતા એક પરણિત યુવકે પોતાની ફ્રેન્ડના ઘરેથી ૧૨મા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આ યુવક વોર્ડ ૧૭માં ભાજપનો આગેવાન હોવાનું સામે આવ્યું છે.

રાજકોટના રૈયાગામ સ્મશાન નજીકની ૧૩ માળની પામ યુનિવર્સ બિલ્ડીંગના ૧૨મા માળેથી ઝંપલાવી નિમેષ ભંડેરી (ઉં.૪૨) નામના યુવકે જીવન ટૂંકાવી લીધું છે.

આ યુવક ગત મોડી રાત્રે ડિવોર્સી લિવ-ઇન પાર્ટનરની બહેનપણીના ઘરે પહોંચ્યો હતો. બાદમાં પોણા બે વાગ્યે આસપાસ આ ઘટના બની હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, નિમેષ બે સંતાનનો પિતા છે. તે છેલ્લા અઢી વર્ષથી ડિવોર્સી મહિલા સાથે મૈત્રી કરાર કરીને સાથે રહેતો હતો. નિમેષ મહિલાના ઘરેથી પામ યુનિવર્સ બિલ્ડીંગમાં રહેતી ડિવોર્સી મહિલાની બહેનપણીના ઘરે ગયો હતો. જ્યાં નિમેષ બિલ્ડીંગના નીચેના ભાગે પછડાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.

નિમેષના લગ્ન રેખા નામની મહિલા સાથે થયા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. કૌટુંબિક વિવાદના કારણે માતા-પિતાએ નિમેષને છેલ્લા બે વર્ષથી ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને હાલમાં તેમના પત્ની રેખા પોતાના બે બાળકો સાથે સાસુ-સસરા સાથે જ રહે છે. નિમેષ ભંડેરી રાજકોટ શહેર ભાજપમાં વોર્ડ નંબર ૧૭ના આગેવાન છે. અગાઉ તે આ જ વોર્ડમાં કિશાન મોરચામાં સભ્ય તરીકે જવાબદારી નિભાવતા હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay