Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
રાજ્યની ચાર મેડિકલ કોલેજોમાં 50 લેખે 200 બેઠકોનો વધારો

રાજ્યની ચાર મેડિકલ કોલેજોમાં 50 લેખે 200 બેઠકોનો વધારો

નવગુજરાત સમય , અમદાવાદ

ધો.12 પછી મેડિકલમાં પ્રવેશ માટે આગામી દિવસોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થવાની છે ત્યારે નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા રાજ્યની ચાર કોલેજોમાં 50-50 બેઠકો વધારવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ચાર કોલેજોમાં 200 બેઠકના વધારા સાથે હાલમાં રાજ્યમાં 42 કોલેજોમાં 7750 બેઠકો થઇ છે. આગામી દિવસોમાં નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવતાં બેઠકોમાં વધારો થાય તેવી પણ શકયતા છે.

નેશનલ મેડિકલ કમિશન દ્વારા તાજેતરમાં દરેક રાજ્યોની મેડિકલ કોલેજની સીટ મેટ્રિક્સ જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાતની ચાર કોલેજોમાં 50-50 પ્રમાણે કુલ 200 બેઠકોના વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત બે કોલેજોમાં ગતવર્ષે 50-50 બેઠકો કાપી લેવામાં આવી હતી તેને હવે નવેસરથી મંજૂરી આપી દેવામાં આવતાં 100 બેઠકોનો વધારો થયો છે. આમ, હાલની સ્થિતિમાં રાજ્યમાં મેડિકલ કોલેજોમાં 300 બેઠકોનો વધારો થયો છે. દર વર્ષે નેશનલ મેડિકલ કમિશન દ્વારા સીટ મેટ્રિક્સની જાહેરાત કરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષે મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા બેઠકો વધારવાની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ ગત વર્ષે પ્રવેશ પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન વારંવાર બેઠકોના વધારા કરવામાં આવતાં પ્રવેશ પ્રક્રિયામાં પણ ભારે મુશ્કેલી ઊભી થઇ હતી. ચાલુ વર્ષે ચાર કોલેજોની 150 બેઠકો હતી તેમાં 50 બેઠકોનો વધારો કરીને 200 બેઠકો કરવામાં આવી છે.

આગામી દિવસોમાં નવી મેડિકલ કોલેજો માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા આ નવી કોલેજોને મંજૂરી આપી દેવામાં આવે તેવી શકયતા છે. સૂત્રો કહે છે કે, હાલની સ્થિતિમાં રાજ્યમાં મેડિકલની કુલ 42 કોલેજોમાં 200 વધારાની અને 100 કાપેલી બેઠક પરત આપવાના કારણે કુલ 7750 બેઠકો ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવે તો હજુ બેઠકોમાં વધારો થશે. આ સાથે જ મેડિકલ કમિશન દ્વારા દેશની જુદી જુદી 823 કોલેજોની 127028 બેઠકોમાં 9911 બેઠકોનો વધારો કરવામાં આવતાં હાલમાં 823 કોલેજોમાં બેઠકોની સંખ્યા 136939 થઇ છે. સૌથી વધુ મેડિકલની બેઠકો કર્ણાટકમાં 15395 જેટલી છે. કમિશન દ્વારા ગત વર્ષે અનેક વખત સીટમેટ્રિક્સ જાહેર કરવામા આવ્યું હતુ. ચાલુ વર્ષે પણ આગામી દિવસોમાં ફરીવાર સીટ મેટ્રિક્સ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.

કઇ કોલેજમાં બેઠકો વધી

(1) એન.ડી. દેસાઇ મેડિકલ, નડિયાદ 150થી વધી 200 બેઠકો

(2) સી.યુ.શાહ મેડિકલ કોલેજ 100માંથી 150

(3) કિરણ મેડિકલ કોલેજ, સુરત 150માંથી 200

(4) નૂતન મેડિકલ કોલેજ 150માંથી 200 બેઠકો

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay