Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'સક્ષમ કન્યા યોજના'  :   100 દીકરીને શિષ્યવૃત્તિ એનાયત

'સક્ષમ કન્યા યોજના' : 100 દીકરીને શિષ્યવૃત્તિ એનાયત

નવગુજરાત સમય , અમદાવાદ

દીકરીઓના શિક્ષણ, સશક્તિકરણ અને ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કર્મા ફાઉન્ડેશન અને N.K પ્રોટીન્સ દ્વારા 'સક્ષમ કન્યા યોજના - નિલેશ પટેલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ પ્રોગ્રામ' અંતર્ગત 100 દીકરીને શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી. શિષ્યવૃત્તિ દ્વારા લાયક દીકરીઓને તેમનું શિક્ષણ આગળ વધારવા અને પોતાની શૈક્ષણિક આકાંક્ષાઓને સાકાર કરવાની તક મળે તે માટે સહયોગ આપવામાં આવી રહ્યો છે.

સંસ્થા દ્વારા 'સક્ષમ કન્યા યોજના' અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 490 દીકરીને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવ્યો છે. આ આંકડો દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ કાર્યક્રમમાં N.K પ્રોટીન્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નિમિષભાઈ પટેલ તથા N.K પ્રોટીન્સના યુવા મેનેજિંગ ડિરેક્ટર પ્રિયમભાઈ પટેલ હાજર રહ્યા હતા. અંતે શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરનારી તમામ દીકરીઓને કર્મા ફાઉન્ડેશન અને N.K. પ્રોટીન્સ તરફથી ઉજ્જવળ અને સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay