Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સર્વિસીઝ પીએમઆઈ મે મહિનામાં 59.8ના સ્તરે, છ મહિનાની ટોચે

સર્વિસીઝ પીએમઆઈ મે મહિનામાં 59.8ના સ્તરે, છ મહિનાની ટોચે

એજન્સી, નવી દિલ્હી

દેશમાં સર્વિસીઝ એક્ટિવિટી મે મહિનામાં નોંધપાત્ર વધી હતી. એચએસબીસી ઈન્ડિયા સર્વિસીઝ પીએમઆઈ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ વધીને 59.8 થયો હતો, જે એપ્રિલમાં 58.8 હતો. છેલ્લાં છ મહિનામાં આ સૌથી વધુ છે.

સર્વિસીઝ ક્ષેત્રે માંગની સ્થિતિ મજબૂત જોવા મળી હતી. નવા ક્લાયન્ટ્સમાં પણ વધારો થયો હતો. અગાઉના મહિનાની સરખામણીમાં બિઝનેસ એક્ટિવિટીનું સ્તર કેવું છે તેવા એક જ પ્રશ્નને આધારે સર્વિસીઝ પીએમઆઈ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ તૈયાર થાય છે.

મે મહિનામાં નવા બિઝનેસમાં વધારો થયો હતો. અન્ય દેશોમાં ભારતીય સર્વિસીઝની માંગ ઝડપથી વધી હતી. એપ્રિલમાં તેમાં ઘટાડો જોવાયો હતો. ઈનપુટ કોસ્ટ ઈન્ફ્લેશન હળવો થયો હતો, જેને પગલે વેચાણ કિંમત પર દબાણ ઘટ્યું હતું. ફ્રેઈટ, ડિજિટલ સોલ્યૂશન્સ, ઈ-કોમર્સ, એન્ટરટેઈનમેન્ટ અને આઈટી જેવી સર્વિસીઝની માંગ વધી હતી, જેને કારણે નવા બિઝનેસમાં વૃદ્ધિ થઈ હતી. આથી કંપનીઓએ કામગીરી ઝડપથી વધારી હતી.

ભાવ મોરચે ઈનપુટ કોસ્ટ વધ્યો હતો કારણ કે ફૂડ, ફ્યૂઅલ, ગેસ, લેબર અને મટીરિયલ પેટે વધારે ખર્ચ કરવો પડ્યો હતો. કંપનીઓએ માંગને પગલે નવા સ્ટાફમાં વધારો કર્યો હતો. આગામી 12 મહિનાના આઉટલૂક અંગે સર્વિસીઝ કંપનીઓએ કહ્યું હતું કે માંગની સ્થિતિ સાનુકૂળ રહેશે અને આઉટપુટ વધશે. જોકે તેમ છતાં કોન્ફિડન્સ લેવલ ત્રણ મહિનાની નીચી સપાટીએ સરક્યું હતું. દરમિયાન એચએસબીસી ઈન્ડિયા કમ્પોજિટ પીએમઆઈ આઉટપુટ ઈન્ડેક્સ મે મહિનામાં વધીને 59.3 થયો હતો, જે એપ્રિલમાં 58.2 હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay