વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વહીવટી સેવાના 25 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે, તે નિમિત્તે ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાનનું આયોજન કરાયું છે. જે અંતર્ગત અમદાવાદના આશ્રમ રોડ સ્થિત દિનેશ હોલમાં શહેર ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરાયું હતું. આ કાર્યશાળામાં આગામી એક મહિના સુધી ચાલનારા સેવા કાર્યક્રમો અંગે કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું હતું.
જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મેયર હિતેશ બારોટ સહિતના પક્ષના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

