નવગુજરાત સમય, વડોદરા
એડવાન્સ કોચિંગ કેમ્પ-2026 પૂર્ણ થયા બાદ અને સિઝનની સ્ટેટ રેન્કિંગ ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા પ્રથમ ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ-2026નું આયોજન ટી.ટી.એ.બી.-એમ.એસ. યુ. ટેબલ ટેનિસ સેન્ટર, યુનિયન પેવેલિયન, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, ફતેહગંજ, વડોદરા ખાતે તા.
29 મે 2026થી 31 મે 2026 દરમિયાન ત્રણ દિવસ માટે કરવામાં આવ્યું છે.
આ વર્ષે વડોદરાના ટેબલ ટેનિસ પ્રેમીઓ તરફથી ભારે પ્રતિસાદ મળ્યો છે. કુલ 19 ઇવેન્ટ માટે અંદાજે 315 એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ છે. જેમાં પુરુષો-મહિલાઓ, બોયઝ અને ગર્લ્સની અંડર-11, અંડર-13, અંડર-15, અંડર-17 અને અંડર-19 વયજૂથની કેટેગરીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વેટરન્સની ચાર ઇવેન્ટ્સ જેવી કે મેન્સ 39+, મેન્સ 49+, મેન્સ 59+ અને મેન્સ 64+ કેટેગરીઓ, તેમજ મેન્સ ડબલ્સ, મિક્સ્ડ ડબલ્સ અને જંબલ્ડ ડબલ્સ ઇવેન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ વખત બાળકોને પ્રોત્સાહન આપવા માટે હોપ્સ અંડર-9 કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે.
ટૂર્નામેન્ટનો પ્રારંભ આજે બપોરે 2:30 વાગ્યે બોયઝ કેટેગરી સાથે થયો હતો, ત્યારબાદ મેન્સ ડબલ્સ ઇવેન્ટ યોજાઈ હતી. આવતીકાલે ગર્લ્સ ઇવેન્ટ્સ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે, ત્યારબાદ મિક્સ્ડ ડબલ્સ અને બાકીની બોયઝ ઇવેન્ટ્સ યોજાશે. વેટરન્સ ઇવેન્ટ્સ રવિવારના રોજ સવારે 9:00 વાગ્યે શરૂ થશે.
ટૂર્નામેન્ટના પ્રારંભ સાથે જ લગભગ તમામ સીડેડ ખેલાડીઓએ પ્રથમ અને બીજા રાઉન્ડની પોતાની શરૂઆતની મેચોમાં જીત મેળવી છે.
હોપ્સ અંડર-11 બોયઝ:
પ્રી-ક્વાર્ટર ફાઈનલ: તનુષ ખિન્દરીએ જશ પટેલને (11-4,11-6,11-1), દેવાંશ ઓઝાએ અથર્વ ત્રિપાઠીને (11-2,11-3,11-3), યુવાણ રાજએ શનય દેસાઈને (12-10,11-5,11-7), ઈશાન પારખીએ મહર્ષિ વ્યાસને (11-8,11-8,11-3), નક્ષિત પ્રજાપતિએ જેનિશ શાહને (11-4,11-2,11-2), સંબોધિ ગોંડલેએ ધ્રુવ મહેતાને (11-5,11-6,11-7), જાગૃત રાજગારિયાએ દેવાંશ મેકવાનને (9-11,11-7,11-3,11-5) અને દ્વિર શાહે અયાન દેસાઈને (11-8,11-8,5-11,11-7) પરાજય આપ્યો.
ક્વાર્ટર ફાઈનલ: તનુષ ખિન્દરીએ દેવાંશ ઓઝાને (11-9,11-9,11-5), યુવાણ રાજએ ઈશાન પારખીને (8-11,11-8,11-8,11-6), નક્ષિત પ્રજાપતિએ સંબોધિ ગોંડલેને (11-5,11-4,11-6) અને ધ્રુવ શાહે જાગૃત રાજગારિયાને (11-2,11-4,11-2) હરાવ્યા.
કેડેટ અંડર-13 બોયઝ:
પ્રથમ રાઉન્ડ : રક્ષ સંઘવીએ હર્ષિલ શાહને (11-2,11-1,11-4), વિવાન બોરાટકરે અબ્દુલ્લાહ એકબાલને (11-9,11-7,11-2), ઓજસ લુહારિયાએ ભાવ્ય મહેતાને (8-11,11-6,16-14,3-11,11-4), હેમરાજ મોરીએ આરુષ શર્માને (11-4,11-2,11-5), શ્રીહાન શાહે ધ્રુવ મહેતાને (11-8,11-0,11-4), હિયાન ઠક્કરે મહર્ષિ વ્યાસને (11-6,12-10,11-8) અને સંબોધિ ગોંડલેએ શનય દેસાઈને (11-6,11-8,11-8) હરાવ્યા.

