એજન્સી > મુંબઈ
સોશ્યલ મીડિયા પર મહિલાઓ પ્રતિ દિવસ સેક્સયુઅલ એબ્યૂઝનો શિકાર થતી રહે છે. આ દરમિયાન સાયબર ગુનેગારોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(એઆઈ) સોફ્ટવેરની શરુઆત કરી છે, આ સોફ્ટવેર મહિલાઓની તસવીરોને ન્યૂડ ફોટોમાં બદલવાનું કામ કરે છે.આ બાબતને લઈને એક સાયબર રિસર્ચ એજન્સીએ મંગળવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે આ સોફ્ટવેરની મદદથી હમણાં સુધી એક લાખ મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી ચૂકી છે. મીડિયા અહેવાલ પ્રગટ થયા બાદ મુંબઈ હાઈકોર્ટે સરકાર પાસેથી આ મામલે માહિતી માંગી છે.
મુંબઈ હાઈકોર્ટે બુધવારે સૂચના અને પ્રસારણ મંત્રાલય પાસેથી મહિલાઓની તસવીર ન્યૂડમાં બદલતી રિપોર્ટ પર વધુ જાણકારી માંગી છે.મુંબઈ હાઈકોર્ટે બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલામાં ઈલેક્ટોનિક મીડિયા દ્વારા કથિત મીડિયા ટ્રાયલ સંબંધિત વિવિધ જનહિતની અરજીઓ પર સુનાવણી દરમિયાન આ અહેવાલમાં દર્શાવાયેલા અહેવાલ અંગે ચિતા પ્રગટ કરી અને એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહને મંત્રાલય પાસેથી એ માહિતી મેળવવા જણાવ્યું છે કે શું તે જાણે છે કે પ્રિન્ટ મીડિયા શું રિપોર્ટ પ્રગટ કરે છે...અમે ઈચ્છીએ કે તમે રિપોર્ટ અંગે તપાસ કરો.
કૃપા કરીને મંત્રાલય પાસેથી માહિતી મેળવો.
સોલિસિટર જનરલે કહ્યું કે તેમણે આ રિપોર્ટ વાંચી છે અને સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અનિલ સિંહે કહ્યું કે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69-એ અને 79-3-બીમાં જોગવાઈ છે, જે હેઠળ કાર્યવાહી કરી શકાય છે. તેના જવાબમાં ચીફ જસ્ટિસે કહ્યું કે, આ મામલો ખૂબ ગંભીર છે ને તમારા મંત્રાલયે પગલાં ભરવા જોઈએબાદમાં સોલિસિટર જનરલે હાઈકોર્ટેની બેન્ચને ભરોસો આપ્યો કે મંત્રાલય આ મામલે જલદી પગલાં ભરશે. બીજી તરફ જે અખબારમાં આ ગંભીર રિપોર્ટ પ્રગટ થયો તેની પ્રસંશા કરવાની વાત કહી છે.

