Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરત  :   ગરબામાં વિધર્મીઓની હાજરી, VHP-બજરંગ દળ-આયોજકો વચ્ચે ઉગ્ર બોલાચાલી

સુરત : ગરબામાં વિધર્મીઓની હાજરી, VHP-બજરંગ દળ-આયોજકો વચ્ચે ઉગ્ર બોલાચાલી

સુરત: આસો નવરાત્રિ પર્વ દરમિયાન સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલી કિરણ મેડિકલ કોલેજ કેમ્પસમાં ગરબા આયોજનને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. કેમ્પસમાં યોજાયેલા ગરબામાં વિધર્મી યુવકો-લોકો ગરબે ઘૂમી રહ્યા હોવાના અહેવાલ અને વિડિયો વાયરલ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

બજરંગ દળ અને હિન્દુ સંગઠનોના હોદ્દેદારોએ આયોજકો સમક્ષ ગરબા સ્થળે વિધર્મીઓની હાજરી અંગે કડક વિરોધ નોંધાવ્યો હતો.

આ મુદ્દે આયોજકો અને બજરંગ દળના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં મામલો અત્યંત ઉગ્ર બન્યો હતો. કાર્યકરોએ વિધર્મીઓની ઓળખ અને પ્રવેશ અંગે આકરા સવાલો ઉઠાવ્યા હતા.

સામે પક્ષે ગરબા મહોત્સવના આયોજકોએ ખુલાસો આપતાં જણાવ્યું હતું કે, ગરબા રમી રહેલા વિધર્મી વ્યક્તિઓ કોઈ બહારના તત્વો નથી પરંતુ કોલેજ અને કેમ્પસના જ નિયમિત સ્ટાફનો ભાગ છે. જોકે, નવરાત્રિમાં વિધર્મી લોકોના ગરબા રમવા અંગે સ્થાનિક સ્તરે અને સોશિયલ મીડિયા પર આ વાયરલ વિડીયોને લઈને ભારે ચર્ચા અને ગરમાવો જોવા મળી રહ્યો છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay