Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સુરતના પદાધિકારીઓની પસંદગીમાં સી.આર. પાટીલનો હાથ ઉપર રહ્યો

સુરતના પદાધિકારીઓની પસંદગીમાં સી.આર. પાટીલનો હાથ ઉપર રહ્યો

નવગુજરાત સમય, સુરતઃ

સુરત મહાનગરપાલિકાના સુકાનીઓના નામની જાહેરાત કરવામાં સી.આર. પાટીલ જૂથનો હાથ ઉપર રહ્યો હોય તેવું છેલ્લીઘડી સુધી ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા અને જાહેર કરાયેલા નામોએ ઇશારો કર્યો હતો.

મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવ્યાને એક મહિનો વિતી ગયો હતો અને શુક્રવારે સવારે મેયર સહિત મુખ્ય પદાધિકારીઓની પસંદગી માટે વિશેષ સામાન્ય સભા બોલાવાઈ હતી.

જોકે, સામાન્ય સભા શરૂ થઈ ગયા પછી પણ અઢી કલાક સુધી મોવડીમંડળ સુરત મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ, દંડક અને શાસકપક્ષના નેતા જેવા પદ માટે નામ જાહેર કરી શક્યું નહતું.

જાહેર કરાયેલા નામોમાં ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ અને દંડક ઉર્મિલા ત્રિપાઠી સી.આર. પાટીલ જૂથમાંથી પસંદગી પામ્યા હતા. બીજી તરફ મેયર તરીકે પસંદ પામેલા માયા માવાણીની પાછળ સૌરાષ્ટ્રવાસી સમાજના ધારાસભ્યો, આગેવાનોનું જૂથમાંથી ગણાવાય છે. તેમની પસંદગીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પણ સૂચક સંમતિ હોવાનું ભાજપના આંતરિક વર્તુળોનું કહેવું છે. જ્યારે છેલ્લા પાંચેક મહિનાથી ફરી સુરત ભાજપમાં સજીવન થયેલા પૂર્ણેશ મોદી જૂથને અલ્પા મહેતાને શાસકપક્ષના નેતાનું પદ અપાવીને સંતોષ માણવો પડ્યો છે. છેલ્લીઘડી સુધી સ્થાયી સમિતિનું સુકાન સી.આર. પાટીલ જૂથને નહીં મળે તે માટે ભારે ધમપછાડા થયા હતાં પરંતુ તેમાં અંતે પાટીલ મત્તુ મારી ગયા હતા.
.....

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay