Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
તમિલનાડુના પૂર્વ ગવર્નરના પુત્ર પ્રકાશભાઇનું USAમાં અવસાન

તમિલનાડુના પૂર્વ ગવર્નરના પુત્ર પ્રકાશભાઇનું USAમાં અવસાન

નવગુજરાત સમય, બાયડ

મિલનાડુના પૂર્વ ગવર્નર કે. કે. શાહના પુત્ર અને અરવલ્લી જિલ્લાના ગાબટ ગામના વતની એવા પ્રકાશભાઈ શાહના નિધનના સમાચારથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. તેમણે અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

તેઓ સાડા ચાર દાયકાથી અમેરિકા સ્થાઈ થયા હતા. પિતાના પગલે પ્રકાશભાઈ શાહે પણ અમેરિકામાં રહીને પણ માતૃભૂમિની સેવા કરી હતી.

છેલ્લા સ્વાસ સુધી માતૃભુમીને અપ્રતિમ પ્રેમ કરતા રહ્યા હતા. માતૃભૂમિના વિકાસ માટે તન, મન, ધનથી સેવા અર્પણ કરતા રહેતા હતા. ગામની શાળાનું આધુનિકરણ, વાત્રક હોસ્પિટલને અત્યાધુનિક સગવડોથી સજ્જ બનાવવી સહિત માતૃભૂમિના વિકાસ માટે દાન આપવામાં તેઓ અગ્રેસર રહ્યા છે. કોઈની દીકરીનાં લગ્ન હોય, સંતાનોનો ઉચ્ચ અભ્યાસ હોય, આકસ્મિક મેડિકલ ખર્ચ આવી પડ્યો હોય તેઓએ મદદ કરીને માનવતા મહેકાવી છે.

વાત્રક નદી કાંઠે શ્રી કે.કે.શાહ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવાની આહલેખ જગાવી છે. સાથે સાથે આ આશ્રમ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ધબકતો રહે છે. સખી મંડળની રચના કરી સેકડો મહિલાઓના જીવનમાં આર્થિક ક્રાંતિ લાવવામાં પણ તેઓ કારણભૂત બન્યા છે. આંતરરાષ્ટ્રીય રાજનીતિના અનેક મહાનુભાવો સાથે અંગત ઘરોબો ધરાવતા હોવા છતાં તેમનું ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ સૌ કોઈ માટે પ્રેરણારૂપ હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay