Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
થલતેજ અને ગોતામાં પાણીજન્ય  રોગચાળો

થલતેજ અને ગોતામાં પાણીજન્ય રોગચાળો

નવગુજરાત સમય , અમદાવાદ

હેરનાં ઉત્તર પશ્ચિમ ઝોનનાં ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં આવતાં થલતેજ અને ગોતામા પાણીજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે અને મ્યુનિ.નાં દાવા અનુસાર, ૫૦ જણાને ઝાડાઉલ્ટીનો ભોગ બનવું પડ્યું છે. જ્યારે ૧૧ જણાને હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરવા પડ્યાં હોવાનુ જાણવા મળ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, થલતેજ અને ગોતા વોર્ડની સરહદ ઉપર આવેલી આકાંક્ષા, નવરત્ન, વર્ધમાન, ત્રિદેવ કોમ્પ્લેક્સ, વિનાયક બંગલો, વંદેમાતરમ, લક્ષ્‍મીનગરનાં છાપરા વગેરે જગ્યાએ છેલ્લા બે ચાર દિવસથી પ્રદુષિત પાણી આવવાની ફરિયાદો ઉઠવા પામી હતી.સ્થાનિક નાગરિકોનાં જણાવ્યા અ્નુસાર, પીવાનાં પાણીમાં ગટરનાં ગંદા પાણીની વાસ આવતી હતી, તેથી તેમણે મ્યુનિ.તંત્રને જાણ પણ કરી હતી, જોકે તંત્ર દ્વારા ગંભીરતા નહિ દાખવવામાં આવતા પાણીમાં પ્રદુષણની સમસ્યા વધુ ગંભીર બની હતી અને લોકોને ઝાડાઉલ્ટી, પેટમાં દુખાવો વગેરે પ્રકારની બિમારી થઇ છે.

મિડિયા અને સોશ્યલ મિડિયામાં આ મામલાને લઇ શરૂ થયેલાં વીડિયોને પગલે મ્યુનિ. હેલ્થ અને ઇજનેર ખાતાએ દોડધામ આદરી હતી.

થલતેજ-ગોતામાં પીવાનાં પાણીમાં પ્રદુષણ અને ઝાડાઉલ્ટીનાં રોગચાળાની જાણ થતાં મેયર હિતેશભાઇ બારોટ આકાંક્ષા ફ્લેટ ખાતે દોડી આવ્યા હતા અને તંત્રને જરૂરી પગલા લેવા તાકીદ કરી હતી. સ્થાનિક રહીશોએ તો એવો

આક્ષેપ કર્યો હતો કે, ગોતાનાં કોઇ કોર્પોરેટર સોસાયટીઓમાં મુલાકાત માટે આવ્યા નથી.

દરમિયાનમાં મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ પણ તેમની સમીક્ષા બેઠકમાં થલતેજ-ગોતા વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સમસ્યા અંગે હેલ્થ-ઇજનેર ખાતાનાં અધિકારીઓની પૂછપરછ કરી હતી અને જવાબદાર અધિકારીને નોટિસ ફટકારવા સૂચના આપી હતી.

જનતાનગર ક્રોસિંગ પાસે ભંગાણ બાદ પોલ્યુશન આવ્યું

થલતેજ-ગોતાની સરહદ આસપાસ આવેલાં વિસ્તારો-સોસાયટીઓમાં પ્રદૂષિત પાણીની સમસ્યા ક્યાંથી સર્જાઇ તેની બિનસત્તાવાર માહિતી એવી છે કે, જનતાનગર ફાટક પાસે પાણીની લાઇન લીકેજ થઇ હતી, તે રિપેર કરવા ગયેલાં ઇજનેર ખાતાનાં અધિકારીઓને ગટર લાઇન પણ તૂટેલી હોવાની જાણ થઇ હતી. તેથી પહેલાં ગટર લાઇન રિપેરિંગનું કામ હાથ ધરાયું ત્યાં સુધીમા તો ગટરનાં ગંદા પાણી પાણીની લાઇનમાં ભળી ગયાં હતા અને આસપાસની સોસાયટીઓમાં પહોંચી ગયાં હતા. આ સ્પોટ નજીક આવેલી આકાંક્ષા નામની સોસાયટીમાં તેની વધારે અસર જોવા મળી હતી. કારણ કે સોસાયટીની અંડરગ્રાઉન્ડ ટાંકીઓમાં પ્રદૂષિત પાણી આવ્યું અને તે પાણી ઓવરહેડ ટાંકીઓમાં ચઢાવાયું હતું, જેનો વપરાશ પીવામાં અને અન્ય કામોમાં થયો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay