નવગુજરાત સમય, પાલનપુર
થરાદના વાંતડાઉ ભારતમાલા રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન થરાદ પોલીસે કારમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. રૂ. 3,61,470ની કિંમતના 120.49 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, સાથે ચાલકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચેકીંગ દરમિયાન સફેદ રંગની કાર નં. RJ-14-TE-4575 શંકાસ્પદ જણાતા તેની તપાસ કરવામાં આવી હતી.
કારની તપાસ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવતાં પોલીસે કારમાં સવાર વ્યકિતને ઝડપી પાડ્યો હતો. પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ ઉપરાંત બે મોબાઈલ ફોન, કાર તથા અન્ય સામાન મળી કુલ રૂ. 5,76,470 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ડ્રગ્સની હેરાફેરી અંગે ઝડપાયેલા વ્યકિત સામે એન.ડી.પી.એસ.
એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીની ઓળખ પુનારામ ગોપારામ પટેલ (રહે. ધાવા, તા. જવર, જિ.
જોધપુર, રાજસ્થાન) તરીકે થઈ છે. આ કામગીરીમાં થરાદ પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. રબારી સહિત થરાદ પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસે જપ્ત કરાયેલા ડ્રગ્સના સ્ત્રોત અને તે ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેમજ ક્યાં પહોંચાડવાનું હતું તે સહિતની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

