Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TMCમાં ફાડિયાં  :   બંગાળમાં બળવાખોર ઋતબ્રતા હવે વિપક્ષના નેતા

TMCમાં ફાડિયાં : બંગાળમાં બળવાખોર ઋતબ્રતા હવે વિપક્ષના નેતા

એજન્સી, કોલકાતા

શ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના ગઢના એક પછી એક કાંગરા ખરી રહ્યાં છે. ટીએમસીના 28 વર્ષના ઈતિહાસમાં થયેલાં સૌથી મોટાં ભંગાણમાં 58 બળવાખોર ધારાસભ્યોએ અગાઉ પક્ષમાંથી હાંકી કઢાયેલાં નેતા ઋતબ્રતા બેનરજીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટી કાઢી પક્ષ પર પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો છે.

બીજી તરફ, પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર રથિન્દ્ર બોઝે બળવાખોરોના આ જૂથને સત્તાવાર માન્યતા પણ આપી દેતાં ટીએમસીમાં ખુદ મમતા બેનરજીનું ભાવિ અધ્ધરતાલ બન્યું છે.

આ ઘટનાક્રમના કલાકો બાદ ટીએમસીના ટોચના નેતૃત્વએ પક્ષનું નિયંત્રણ ફરીથી પોતાના હાથમાં લેવા માટે પક્ષની તમામ સમિતિઓ અને સંગઠનો વિખેરી નાખવાની જાહેરાત કરી હતી.

ઋતબ્રતા બેનરજી અને ધારાસભ્ય સંદિપન સહાના નેતૃત્વ હેઠળના બળવાખોરોના જૂથે, પક્ષાંતર વિરોધી કાયદાથી બચવા માટે જરૂરી બે-તૃતિયાંશ બહુમતી કરતાં વધુ એટલે કે 58 ધારાસભ્યોનું સમર્થન ધરાવતો પત્ર સ્પીકર રથિન્દ્ર બોઝને સોંપ્યો હતો. જેમણે તેને માન્યતા આપી હતી. સ્પીકર દ્વારા માન્યતા મળ્યાં બાદ ઋતબ્રતા બેનરજીએ દાવો કર્યો હતો કે, હવે વિધાનસભામાં તેમનું જૂથ તૃણમૂલ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટીએમસી વિધાનસભા પક્ષ એ ટીએમસીના પ્રતીક પર ચૂંટાયેલાં 58 ધારાસભ્યોની ટીમ છે અને વિધાસભામાં અમે જ સાચી ટીએમસી છીએ. બળવાખોરોના જૂથે ટીએમસીના નવા નેતૃત્વની પણ જાહેરાત કરી હતી.

પક્ષ પડાવી લીધો, પણ મમતા બેનરજીને પોતાના નેતા ગણાવ્યાં

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભૂકંપ લાવનારા આ નાટકીય ઘટનાક્રમને અંજામ આપવા છતાં બળવાખોરોએ મમતા બેનરજીને સીધો પડકાર ફેંકવાનું ટાળ્યું હતું. અધ્યક્ષને લખેલાં પત્રમાં તેમણે મમતા બેનરજીનો ઉલ્લેખ તૃણમૂલ કોંગ્રેસના ચેરપર્સન તરીકે કર્યો હતો અને સ્પષ્ટ જણાવ્યું હતું કે, અમે વિધાનસભા પક્ષના સંચાલનમાં મમતાના ભત્રીજા અને પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીની સત્તાનો અસ્વીકાર કરીએ છીએ. અમે અમારા નેતા તરીકે મમતા બેનરજીને સ્વીકારીએ છીએ પણ અભિષેક બેનરજીને નહીં.

જેવું વાવ્યું તેવું લણ્યું: TMC સાથે 'જેસે થે' નો ન્યાય થયો હોવાનો વિપક્ષનો ટોણો

આ આખા બળવાના સૂત્રધાર ઋતબ્રતા બેનરજી છે, જેઓ ભૂતકાળમાં સીપીઆઈ(એમ)ના રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. સીપીઆઈ(એમ) અને કોંગ્રેસના નેતાઓના મતે 2011માં રાજ્યમાં સત્તામાં આવ્યા પછી ટીએમસીએ જે ખેલ ખેલ્યો હતો, તેવો જ ખેલ અત્યારે તેની સાથે ખેલાઈ રહ્યો છે. 2011થી 2021 દરમિયાન 16મી અને 17મી વિધાનસભા દરમિયાન ડાબેરી મોરચા અને કોંગ્રેસના આશરે 65થી વધુ ધારાસભ્યો તૃણમૂલમાં જોડાયાં હતાં, જોકે તેમાંથી એક પણ સામે પક્ષાંતર વિરોધી કાયદા અંતર્ગત કાર્યવાહી કરાઈ નહોતી. હવે ટીએમસી માટે ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay