Dailyhunt

વિજય માલ્યાના બુધવારે ભારત આવવાના સમાચારોને EDએ ખોટા ઠેરવ્યા

એજન્સી, દિલ્હી

બેંકોની હજારો રૂપિયાની લોન લઈને ભારતથી ભાગી ગયેલા ભાગેડુ વિજય માલ્યાના સંબધે બુધવારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા હતા. ઘણા મીડિયા રીપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું હતું કે, બ્રિટન વિજય માલ્યાને કોઈપણ સમયે ભારત મોકલી શકે છે. એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે બુધવારે રાત્રે મુંબઈમાં તેનું પ્લેન લેન્ડ કરવાનું છે. પરંતુ આ બધા સમાચારોની સામે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે (ED) આ સમાચારોને નકાર્યા હતા. ઇડીનું કહેવું છે કે, આ સમાચાર ખોટા છે. હજુ આ પ્રક્રિયા શરૂ થવામાં ઘણો સમય લાગી શકે છે.

સમાચાર એજન્સીઓને એજન્સીઓના હવાલે જાણકારી આપી હતી કે, માલ્યાનું પ્લેન સીધું મુંબઈમાં લેન્ડ થઇ શકે છે.

કારણકે તેમની સામે કેસ દાખલ છે. માલ્યાની સાથે સાથે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI)ના અધિકારીઓ હશે. મુંબઈ પહોચ્યા બાદ તેનું મેડીકલ ચેકઅપ કરવામાં આવશે.

સુત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું હતું કે, વિજય માલ્યા જો રાત્રે મુંબઈમાં વિમાન દ્વારા ભારત પહોચશે તો ઘણો સમય સીબીઆઈ ઓફીસમાં વિતાવવો પડશે. ત્યારબાદ પછીના દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પરંતુ જો તે દિવસે આવશે તો સીધો જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ તેમના રિમાન્ડની માંગણી કરશે. ત્યારબાદ તેમની ધરપકડની પણ માંગ ED કરશે.

ઓગસ્ટ.૨૦૧૮માં વિજય માલ્યા કેસની સુનાવણી કરી રહેલી બ્રિટનની એક અદાલતે ભારતીય તપાસ એજન્સીઓ પાસે જાણકારી માંગી હતી કે, વિજય માલ્યાના ભારત પ્રત્યર્પણ બાદ કઈ જેલમાં રાખી રાખવામાં આવશે. તપાસ એજન્સીઓએ મુંબઈની આર્થર રોડ જેલના એક સેલનો વિડીયો જાહેર કરીને કહ્યું હતું કે, અહીં રાખવાનો વિચાર છે. આ દરમિયાન જાણકારી આપવામાં આવી હતી કે, વિજય માલ્યાના ભારત પ્રત્યર્પણ બાદ હાઈ લેવલ સિક્યુરીટી વાળા બેરકમાં રાખવામાં આવશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navgujarat Samay