Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
અજાણ્યા વાહનની અડફેટે રસ્તો ઓળંગતા યુવકનું કમકમાટીભર્યું મોત, ચાલક ફરાર

અજાણ્યા વાહનની અડફેટે રસ્તો ઓળંગતા યુવકનું કમકમાટીભર્યું મોત, ચાલક ફરાર

Trishul news 1 week ago

Trishul News Gujarati

Vadodara Accident:વડોદરાના નેશનલ હાઈવે-48 પર જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ જતા માર્ગ પર ગોકુલ કટ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં પૂરપાટ ઝડપે ધસી આવેલા એક અજાણ્યા વાહને રસ્તો ઓળંગી રહેલા 31 વર્ષીય યુવકને (Vadodara Accident) જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવકને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જનાર ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો.

છેલ્લા ત્રણ દિવસમાં જ વરસાડા, ધન્યાવી અને દશરથ વિસ્તારમાં બનેલા વિવિધ અકસ્માતોમાં કુલ ચાર વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે સામે આવી છે.

મૂળ ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ જિલ્લાના વતની અને છેલ્લા દસ વર્ષથી વડોદરામાં રહેતા પ્રવેંદ્રસિંહ દેવપાલસિંહ ગત 28 ઓગસ્ટની રાત્રે પોણા બારેક વાગ્યે હાઈવે પર આવેલી મહાસાગર હોટેલ સામેથી પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે જ સમયે જાંબુવા તરફથી પૂરઝડપે આવી રહેલા એક અજાણેલા વાહને તેમને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સની મદદથી મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

એમ્બ્યુલન્સ સ્ટાફે ફોન દ્વારા આપેલી માહિતીના આધારે માંજલપુર ખાતે રહેતાં મૃતકના મામી હેમલતાબેન રાજકુમાર ચૌહાણ પરિવારજનો સાથે તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી. આ સમગ્ર મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે નાસી છૂટેલા ચાલકને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરી છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews