Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યું, ધમકાવીને પડાવ્યા 32 તોલા દાગીના

સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યું, ધમકાવીને પડાવ્યા 32 તોલા દાગીના

Trishul news 1 day ago

Trishul News Gujarati

Valsad Crime News: વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. એક યુવકે સગીરાને પોતાની પ્રેમજાળમાં (Valsad Crime News) ફસાવીને હોટલમાં દુષ્કર્મ આચર્યું હોવાની અને ત્યારબાદ ડરાવી-ધમકાવીને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ પડાવી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ ગંભીર મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પ્રેમજાળ, દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની કાળઝાળ કરતૂતો
મળતી માહિતી મુજબ, ડુંગરી વિસ્તારમાં રહેતા ધ્રુવીલ પટેલ નામના શખસે એક સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન આરોપી સગીરાને હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આ કુત્સિત કૃત્યની વાત કોઈને પણ નહીં કરવાની ધમકી આપીને આરોપીએ સગીરાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. ડરના મારે સગીરાએ ઘરની તિજોરીમાંથી અંદાજે ૩૨ તોલા અને ૪ ગ્રામ વજનના કિંમતી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ આરોપીને આપી દીધી હતી. આરોપીએ આ ચોરાયેલા દાગીનામાંથી કેટલાક દાગીના વેચીને એક નવો મોબાઇલ ફોન પણ ખરીદી લીધો હતો.

પોલીસની સઘન તપાસ અને મુદ્દામાલ જપ્ત
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વલસાડ વિભાગના પોલીસ અધિક્ષક એ. કે. વર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર પ્રકરણની વિગતો જાહેર કરવામાં આવી હતી. ગુના આચર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ ડુંગરી પોલીસે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી બાતમી મેળવીને આરોપી ધ્રુવીલ પટેલને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપી પાસેથી અંદાજે ૧૫.૫ તોલા સોનું, ગુનાના દાગીના વેચીને ખરીદેલ 1 નવો મોબાઇલ ફોન તેમજ રોકડા 5000 રૂપિયા સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યા છે.

અગાઉ પણ આચરેલા ગુનાઓ અને વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
પોલીસ તપાસમાં વધુમાં એવું પણ ખૂલીને સામે આવ્યું છે કે આ આરોપી અગાઉ પણ 1 થી 2 સગીરાઓને પોતાની જાળમાં ફસાવી ચુક્યો છે. તે કોઈ ગેંગનો સભ્ય નથી, પરંતુ એકલવાયા સ્વતંત્ર રીતે આ પ્રકારે સગીરાઓને ધમકી આપીને દાગીના અને રોકડ પડાવવાની ટેવ ધરાવે છે.

આ સમગ્ર ઘટનાને પગલે ડુંગરી પોલીસે વાલીઓ માટે વિશેષ અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે વાલીઓએ ઘરમાં રાખવામાં આવતી કિંમતી ચીજવસ્તુઓ અને નાણાંની સમયાંતરે અને અચૂક ચકાસણી કરતા રહેવું જોઈએ, જેથી આવા અસામાજિક તત્વોના બનાવો બનતા અટકી શકે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે.

  • ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો:Trishul News Gujarati
  • નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
  • વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
  • યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ:Trishul News YouTube
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Trishulnews