Trishul News Gujarati
Today Gold rate 13 April 2026: જો તમે સોના-ચાંદી ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે મહત્વની ખબર છે. છેલ્લા કેટલાક ટ્રેડિંગ દિવસોમાં ભાવમાં થોડું ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યું છે. આજના ટ્રેડિંગ દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે (Today Gold Rate) અને સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી છે.
આ ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે એટલે કે, સોમવારે સોનું 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 1,52,880 રૂપિયા ,નોધ્યું હતું.
જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે રવિવારે સોનાનો ભાવ 480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 1,52,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
સોમવારે ચાંદી 100 રૂપિયા ઘટીને 2,59,900 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા રવિવારે પણ ચાંદી 10,200 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને 2,60,000 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.
તાજેતરના 14 થી 24 કેરેટ સોનાનો ભાવ(Today Gold rate)
સોમવારે 24 કેરેટ સોનું 1,52,880રૂપિયા, 22 કેરેટ સોનું 1,40,140 રૂપિયા,18 કેરેટ રૂપિયા 1,14,670 પ્રતિ 10 ગ્રામ બંધ થયું છે.આપને જણાવી દઈએ કે MCX અને આંતરરાષ્ટ્રીય બજાર અને સોનાના બજાર દરો ચાંદી કર વગરની છે, તેથી દેશભરના બજારોમાં તેના દરમાં તફાવત છે.
ચાર મહાનગરોમાં સોના અને ચાંદીના ભાવ
હોલમાર્ક જોયા પછી જ ખરીદો સોનું(Today Gold rate)
સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની શુદ્ધતા અને ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. હંમેશા હોલમાર્કવાળા દાગીના જ ખરીદવા જોઈએ, કારણ કે હોલમાર્ક સોનાની શુદ્ધતાની સત્તાવાર ગેરંટી ગણાય છે. ભારતમાં હોલમાર્કિંગની જવાબદારી Bureau of Indian Standards (BIS) પાસે છે, જે સોનાની ગુણવત્તા માટેના ધોરણો નક્કી કરે છે. BISની હોલમાર્કિંગ યોજના કાયદા અને નિયમો મુજબ કાર્ય કરે છે.
સોનાની શુદ્ધતા દર્શાવવા માટે દાગીનાઓ પર અલગ-અલગ નંબરના હોલમાર્ક આપવામાં આવે છે. જેમ કે 24 કેરેટ સોનાં પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. સામાન્ય રીતે બજારમાં સૌથી વધુ 22 કેરેટ સોનું વેચાય છે, જ્યારે ફેશન જ્વેલરીમાં ઘણીવાર 18 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે. યાદ રાખવું જોઈએ કે સોનાનું મહત્તમ પ્રમાણ 24 કેરેટ હોય છે અને કેરેટ જેટલું વધારે હોય તેટલું સોનું વધુ શુદ્ધ માનવામાં આવે છે.

