Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

બટાકા-શક્કરિયાની રસાવાળી શાક રેસીપી

શ્રાવણ મહિનામાં બટાકા અને શક્કરિયાનું રસાવાળું શાક ફરાળી ભોજન હોય કે રોજિંદા જમણ માટે, બંનેમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઓછા મસાલામાં બનતું આ શાક પૌષ્ટિક અને હળવું હોવાથી દરેકને પસંદ પડે છે.

Monsoon Special Recipe -સાંજના નાસ્તામાં બનાવો કરકરા મગની દાળના ભજીયા, એવો સ્વાદ કે બટાકા-ડુંગળીના ભજીયા પણ ભૂલી જશો!

બનાવવાની રીત

એક કડાઈમાં થોડું તેલ અથવા ઘી ગરમ કરો.

તેમાં જીરું, હિંગ, કરી પત્તા અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી વઘાર કરો.

હવે ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીને નરમ થાય ત્યાં સુધી સાંતળો.

ત્યારબાદ બાફેલા બટાકા અને શક્કરિયાના ટુકડા ઉમેરી સારી રીતે મિક્સ કરો.

તેમાં શીંગદાણાનો ભૂકો, સ્વાદ મુજબ મીઠું અને જરૂરી પ્રમાણમાં પાણી ઉમેરો.

શ્રાવણ સ્પેશિયલ- પનીર મલાઈ મટર: કાંદા-લસણ વગર બનાવો હોટેલ જેવી ગાઢ અને સ્વાદિષ્ટ ગ્રેવી

શાકને 8-10 મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો જેથી તમામ સ્વાદ સારી રીતે ભળી જાય.

અંતે કોથમીરથી સજાવી ગરમાગરમ પીરસો.

આ સ્વાદિષ્ટ રસાવાળું બટાકા-શક્કરિયાનું શાક રોટલી, પુરી અથવા ફરાળી વાનગીઓ સાથે પીરસો અને શ્રાવણના ભોજનની મજા માણો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Gujarati