Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પાપડનું શાક રેસીપી

પાપડનું શાક રેસીપી

સામગ્રી

4-5 પાપડ (શેકેલા અથવા હળવા તળેલા)

2 ચમચી તેલ

1/2 ચમચી જીરું

1 ચપટી હીંગ

1 લીલું મરચું (ઝીણું સમારેલું)

1 ચમચી આદુ-લીલા મરચાની પેસ્ટ

1 ટામેટું (ઝીણું સમારેલું અથવા પ્યુરી)

1/2 કપ દહીં (સારું ફેંટેલું)

1/2 ચમચી હળદર

1 ચમચી ધાણા-જીરું પાઉડર

1/2 ચમચી લાલ મરચું પાઉડર

1/4 ચમચી ગરમ મસાલો

મીઠું સ્વાદ મુજબ

1 થી 1½ કપ પાણી

ઝીણી સમારેલી કોથમીર

શ્રાવણ સોમવારમાં આ રીતે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી

બનાવવાની રીત

સૌપ્રથમ પાપડને શેકી લો અથવા હળવા તેલમાં તળી લો અને મોટા ટુકડા કરી લો.

કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરું અને હીંગનો વઘાર કરો.

હવે લીલું મરચું અને આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને થોડું સાંતળો.

ત્યારબાદ ટામેટું ઉમેરીને તે નરમ થાય ત્યાં સુધી રાંધો.

Sunday Special Recipe- સ્વાદિષ્ટ પંજાબી મસાલા પુલાવ

હવે હળદર, લાલ મરચું, ધાણા-જીરું પાઉડર અને મીઠું ઉમેરીને મસાલો તૈયાર કરો.

ફેંટેલું દહીં ઉમેરો અને સતત હલાવતા 2-3 મિનિટ સુધી રાંધો જેથી દહીં ફાટે નહીં.

હવે જરૂરી મુજબ પાણી ઉમેરીને ગ્રેવીને ઉકળવા દો.

અંતે પાપડના ટુકડા અને ગરમ મસાલો ઉમેરીને 2 મિનિટ સુધી રાંધો.

ઉપરથી કોથમીર ભભરાવીને ગરમાગરમ પીરસો.

ખાસ ટિપ્સ

પાપડ છેલ્લે ઉમેરો જેથી તે વધુ નરમ ન થઈ જાય.

વધુ રિચ સ્વાદ માટે થોડું તાજું ક્રીમ અથવા કસૂરી મેથી ઉમેરી શકો.

આ શાક ફુલકા, તંદૂરી રોટલી, બાજરીના રોટલા અથવા જીરા રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Webduniya Gujarati